તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના રાષ્ટ્રીય પ્રવકતા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે અટકાયત કરી છે. સાકેત ગોખલે દિલ્હીથી જયપુર જતા હતા ત્યારે ગુજરાત પોલીસે અટકાયત કરી છે. સાકેત ગોખલેએ પીએમ મોદી વિશે ટ્વીટ કરી હતી. ત્યારે ફેક ન્યુઝ મામલે તેમની અટકાયત કરવામા આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. અમદાવાદ સાયબર સેલ પોલીસે અટકાયત કરી હોવાનું કહેવાય છે. સાકેત ગોખલેએ મોરબી પુલ તુટવાની ઘટના બાદ પીએમ મોદી મુલાકાત પાછળ થયેલા ખર્ચા અંગે ટવીટ કરી હતી, જેને લઇને અટકાયત કરવામાં આવી છે. આરટીઆઇના હવાલો આપ્યો હતો પણ તેવી કોઇ આરટીઆઇ થઇ જ ન હોવાનો ખુલાસો થયો છે. ત્યારે ખોટી માહિતી ટ્વીટ કરવા માટે સાકેત ગોખલેની અટકાયત કરાઈ છે. અમદાવાદ સાયબર સેલ પોલીસે અટકાયત કરી છે. તૃણમુલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયને ટિ્વટ કરીને સાકેત ગોખલેના અટકાયતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, અમારી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે સોમવારે રાતે જયપુરમાં ફ્લાઈટમાંથી ઉતર્યા બાદ અટકાયત કરી છે.
સોમવારે સાકેત નવી દિલ્હીથી જયપુર માટે રાતે ૯ વાગ્યાની ફ્લાઈટમાં ઉતર્યા હતા. તેઓ ફ્લાઈટથી ઉતરતા જ ગુજરાત પોલીસે રાજસ્થાન એરપોર્ટથી તેમની અટકાયત કરી છે. સાંસદ ડેરેક ઓ બ્રાયને જણાવ્યું કે, મંગળવારે અડધી રાતે ૨ વાગ્યે અડધી રાતે ૨ વાગ્યે તેઓએ પોતાની માતાને ફોન કર્યો હતો અને જણાવ્યુ હતું કે પોલીસ તેમને અમદાવાદ લઈ જઈ રહી છે. તેઓ બપોર સુધી અમદાવાદ પહોંચી જશે. સાસંદના અનુસાર, પોલીસે બે મિનિટ માટે તેમને ફોન કરવાની પરમિશન આપી હતી, અને બાદમાં તેમનો ફોન અને તમામ સામાન જપ્ત કર્યો હતો. સાંસદે કહ્યું કે, સાકેત પર ખોટો કેસ કરવામા આવ્યો છે. ટીએમસી અને વિપક્ષ હવે ચૂપ નહિ બેસે. ભાજપ રાજકીય બદલાને બીજા સ્તર પર લઈ જઈ રહ્યુઁ છે. કેમ થઈ સાકેતની ધરપકડ તે જાણો.. હકીકતમાં, સાકેત ગોખલેએ મોરબી પુલ ઘટનામાં એક રિપોર્ટ ટ્વીટ પર શેર કરી હતી. જેમાં તેઓએ પીએમ મોદીના મોરબી બ્રિજવાળી જગ્યા પર જવાને લઈને સવાલ ઉઠાવ્યા હતા.
તેઓએ ટ્વીટમાં લખ્યું હતું કે, આરટીઆઈથી માલૂમ પડ્યું કે, કેટલાક કલાકો માટે પીએમ મોદીની મોરબી મુસાફરી પર ૩૦ કરોડ રૂપિયાનો ખર્ચો કરાયો છે. તેમાંથી ૫.૫ કરોડ રૂપિયા વેલકમ, ઈવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી માટે ખર્ચાયા હતા. તેઓએ આગળ લખ્યું કે, ૫ કરોડમાંથી પ્રત્યેક મૃતકોના સ્વજનોને ૪ લાખ રૂપિયાની રકમ આપવામાં આવી હતી. માત્ર મોદીના કાર્યક્રમની વ્યવસ્થા અને પીઆર કિંમત ૧૩૫ લોકોની જીવન કરતા વધુ છે. જેના બાદ ગુજરાતની સાયબર સેલે ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલેની સામે અફવા ફેલાવવાના મામલે કેસ દાખલ કર્યો હતો. તાજેતરમાં વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા યોજાઈ હતી. આ સભામાં કેટલાક વિદેશી નાગરિકો જોવા મળ્યા હતા. ત્યારે સભામાં પહોંચેલા વિદેશી નાગરિકો સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. ૨૩ નવેમ્બરે વડોદરાનાં નવલખી મેદાનમાં પીએમની જાહેર સભા યોજાઈ હતી. સાકેત ગોખલેએ ટ્વીટ કરી ભાજપ દ્વારા પ્રચાર માટે વિદેશીઓને ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ગુજરાત ભાજપે પોતાનાં આધિકારિક ટ્વીટર હેન્ડલ પર મોદીની સભામાં વિદેશીઓનો વીડિયો પણ શેર કર્યો હતો. વડોદરામાં પીએમ મોદીની સભામાં વિદેશી નાગરિકોએ ભાજપનો ખેસ પહેરી પ્રચાર કર્યો હતો. મોદીની સભામાં વિદેશીઓની હાજરીને TMC એ ભારતીય ચૂંટણીઓમાં ગંભીર વિદેશી હસ્તક્ષેપ સમાન ગણાવ્યો હતો. TMC એ આ બાબતને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ અને ભારતનાં વિઝા કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ આ મામલે આદર્શ આચારસંહિતાનો ભંગ ન થતો હોવાનું જણાવ્યું. ત્યારે આ મામલે રાષ્ટ્રીય ચુંટણી પંચે રાજ્ય ચુંટણી પંચ પાસેથી અહેવાલ માંગ્યો છે. રાજ્ય ચુંટણી પંચે વડોદરાનાં જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ મંગાવ્યો છે.