◆ પરીક્ષાની આગલી રાત્રે પિક્ચર જોવા જવાનું મન થાય એનું નામ યુવાની,
◆ બાઇકના સ્પીડોમીટરમાં લખ્યું છે એટલી સ્પીડ આવે છે કે કેમ એ ચેક કરવાનું મન થાય એનું નામ યુવાની,
◆ રાત્રે બાર-બે વાગ્યા સુધી કોઈ પણ કારણ વગર મિત્રો સાથે મળીને બેસવાનું નામ છે યુવાની,
◆ ભૂતકાળ ને ભુલાવીને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાનમાં જીવાતું હોય એનું નામ છે યુવાની,
કોણ જાણે ઉપરવાળો યુવાની આપે એની સાથે તન અને મનમાં એવું કયું કેમિકલ બનાવે છે કે એક તેજીલા તોખારની જેમ ક્યાંય પગ વાળીને બેસી નથી શકાતુ,પોતાની મુગ્ધાવસ્થામાં ન જાણે કેટલાય વણજોયેલા પ્રદેશોમાં કલ્પનાના ઘોડા દોડાવી આવે એનું નામ યુવાન અને એટલે જ તો સાયન્સ થી માંડીને સાહિત્યના ક્ષેત્રમાં જે ધૂમ મચાવે છે એવા યુવાન અને યુવાની વિશે ઝવેરચંદ મેઘાણી લખે ને કે,
“ઘટમાં ઘોડા થનગને અને આતમ વીંઝે પાંખ,
અણદીઠેલ ભોમ પર આજ યૌવન માંડે આંખ “
આપણી દેશી ભાષામાં કહું તો નસેનસ માં જ્યારે જુવાન લોહી ચટકા ભરતું હોય ત્યારે બેસી કેમ રહેવાય…?!?!
અરે ! આ ઉંમર જ છે એકટિવ રહેવાની ! ,આ ઉંમર જ છે દોડાદોડી કરવાની ! ,આ ઉંમર જ છે દુનિયાને કશુંક કરીને બતાવવાની !!
આમ છતાં જ્યારે આજે કોઈ વ્યક્તિ એમ કહે ને કે આજના યુવાનો બગડી ગયા છે ત્યારે એમ કહેવાનું મન થાય કે આજ ના યુવાનો નથી બગડ્યા કદાચ આપશ્રીની માનસિકતા જ બગડી ગઈ છે.કારણકે હજી અમને યુવાનો ને નથી ખબર કે વૃદ્ધાવસ્થા શું છે? ધ્રુજતા હાથ અને લથડીયા ખાતા પગની વેદના થી અમે અજાણ છીએ.! પણ આએ વડીલોને તો ખબર જ છે ને કે યુવાની શું છે !? જ્યારે દિલ અને દિમાગ છલોછલ જુસ્સાથી ભરેલ હોય એ અવસ્થા શું છે.!
તો પછી શું કામ આજના યુવાનો પર એવી ટેગલાઈન મારી દેવાય છે કે,’ એ બગડી ગયા છે.! ‘
આજનો યુવાન શું પાઉભજીનું પાઉં છે કે ખાટી કેરીનું અથાણું છે કે બગડી જાય !!!?
અરે આજનો યુવાન તો પૂર્ણપણે ખીલવાની એની ઉપર આવેલું એ ફૂલ છે કે જેને જુરૂર છે માત્ર સૂર્યના કિરણો જેવી તમારી હૂંફની,થોડીક સાચી માવજતની અને પછી જુઓ એ યુવાન ફૂલ એની સુવાસ ક્યાં અને કેટલે સુધી પહોંચાડે છે.
હા,આજના યુવાન બગડી નથી ગયા પણ થોડા બદલાઈ જરૂર ગયા છે.રામાયણના એ હનુમાનજીની જેમ એ પોતાની શક્તિઓને,પોતાની પ્રતિભાને વિસરી ગયો છે.
એટલે જ એક નાનકડો પ્રયાસ છે આ યુગપત્રી થકી કે જે દરેક યુવાનને એની સાચી ઓળખ કરાવશે.
હા,આજની યુગપત્રીથી વાત કરવી છે MTV Roadiesના Season-8 ના theme song :- Yahan ની
એક યુવાનની માનસિકતા સાચી ઝલક આ ગીતમાં જોવા મળે છે તો હવે પછી ની યુગપત્રીથી આપણે માણીશું એ ગીતને એક યુવા અંદાજમાં …….
તો મળીશું આવતા શુક્રવારે….
અને ત્યાં સુધીમાં જો તમે એ ગીત ના સાંભળ્યું હોય તો આ રહી એ ગીત ની Youtube લિંક જલ્દી થઈ જઇ અને જોઈલો એ ગીત ને જેથી આવતી યુગપત્રીમાં તમને પણ જોમ અને જુસ્સો ચડી જાય…. ?
https://youtu.be/i0_E98qpSws
યુગ અગ્રાવત