કોરોના વાયરસ બાદ, અચાનક ઝોમ્બી વાયરસ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જણાવી દઈએ કે, આ વાયરસ ૪૮૫૦૦ વર્ષોથી બરફીલો પ્રદેશ સાઇબિરીયામાં દબાયેલો હતો અને હવે બહાર આવી રહ્યો છે. આ વાયરસ ક્લાઈમેટ ચેન્જને કારણે બહાર આવ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, વાતાવરણમાં ફેરફારને કારણે ગરમી વધી છે અને તેના કારણે બરફ પીગળી રહ્યો છે, જેના કારણે વાયરસ જાતે જ બહાર આવી રહ્યો છે. પરંતુ, પ્રશ્ન એ છે કે તેનું નામ ઝોમ્બી વાયરસ કેમ રાખવામાં આવ્યું છે અને તે આપણા માટે કેટલો જોખમી હોઈ શકે છે… સૌપ્રથમ આ ઝોમ્બી વાયરસ શું છે? તે જાણો… સંશોધકોના મતે, ઝોમ્બી વાયરસ અમીબા જેવા પરોપજીવી સાથે સંબંધિત હોઈ શકે છે, જેની સામે માનવોમાં આ ચેપી વાયરસનું સંક્રમણ ઓછું લાગી રહ્યું છે. પરંતુ, આ વાયરસ અમીબામાં ચેપનું કારણ બની શકે છે. આ સાથે જ, વૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે, તે પ્રાણીઓ અને વૃક્ષોમાં પણ ચેપનું કારણ બની શકે છે. શું મનુષ્યને પણ નુકસાન થશે? તે વિષે પણ જાણો…. એક તરફ, વૈજ્ઞાનિકો તેને વૃક્ષો અને પ્રાણીઓના રોગો અને ચેપ સાથે જોડીને જોઈ રહ્યા છે.
જ્યારે બીજી બાજુ, આ વાયરસ મનુષ્યોને પણ અસર કરી શકે છે. વૈજ્ઞાનિકોના તારણમાં એ પણ બહાર આવ્યું છે કે, આ વાયરસ શીતળાના આનુવંશિક બંધારણ જેવો જ છે, જે બરફમાં દટાયેલું હોવાનો અંદાજ છે. હવે જ્યારે બરફ પીગળી ગયો છે અને તે બહાર આવી ગયો છે, ત્યારે તે વૃક્ષ, છોડ, પશું-પક્ષીઓમાં ફેલાઈ શકે છે અને તે બાદ આ ચેપ પણ લાવી શકે છે. કેટલી ચિંતા કરવી જોઈએ? તે પણ જાણી લો… માણસોએ અત્યારે આ વાયરસથી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તે મનુષ્યોને સીધો ચેપ લગાવશે નહીં. પરંતુ, તે આગળ જઈને, કોરોનાની જેમ પક્ષીથી ફેલાતો ઝૂનોટિક વાયરસ બની શકે છે અને આ રીતે લોકો સુધી પહોંચી શકે છે. પરંતુ આ બધી આશંકા છે, જેના વિશે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તેથી, આ વાયરસથી સાવચેત રહો, પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. કારણ કે, હાલ તે માનવ વસવાટથી દૂર છે.