પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ અમદાવાદમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી માત્ર વાયદા નથી કરતી. ૮ વર્ષમાં અરવિંદ કેજરીવાલે ૧૨ લાખ બેરોજગારને નોકરી આપી છે. પંજાબમાં ૮ મહિનામાં ૨૦૦૦૦થી વધુ લોકોને સરકારી નોકરી આપી છે. ભગવંત માને આજે પંજાબમાં ક્યાં ક્યાં વિભાગોમાં નોકરી આપી છે તેની વિગતો આપી હતી. સૌથી વધારે શિક્ષણ વિભાગમાં ભરતી કરાઈ છે કારણકે સ્કૂલ છે તેઓને ભણાવવા માટે શિક્ષકોની જરૂર પડે છે. જેટલા પણ વિભાગોમાં ભરતી કરી છે તેના નિયુક્તિપત્રો અપાઈ ચુક્યા છે. ગુજરાતમાં ૬૦ ટકાથી વધુ મતદાન થયું છે.
ભાજપના કાર્યકર્તાઓ ઘરેથી લોકોને કાઢીને વોટ કરાવતા હતા પરંતુ કાલે એવું જોવા મળ્યું નથી. ઓછું મતદાન થયું એ ભાજપને નુકસાન છે આમ આદમી પાર્ટી પહેલો ફેઝ જીતી ગઈ છે. કોંગ્રેસને ૦ થી ૧ સીટ મળશે. સામાન્ય રીતે કહેવાય છે કે વધારે મતદાન થાય તો સરકારની વિરુદ્ધમાં થાય છે અને ઓછું મતદાન થાય તો સરકારની તરફેણમાં થાય છે પરંતુ અહીંયા ગુજરાતમાં ઊંધું છે. ભાજપના મેનીફેસ્ટોના નામ બદલાઈ જાય છે. અમે ખાલી હવામાં વાતો નથી કરતા વાયદા પુરા કરીએ છીએ.
આમ આદમી પાર્ટી આજે પણ નિયુક્તિપત્રો બીજા આપી શકીએ પરંતુ બાદમાં કેટલાક કોર્ટમાં અટવાઈ પડે છે. અમે કાયદાકીય રીતે બધું જોઈ અને નિયુક્તિપત્ર આપીએ છીએ. ૩૬૦૦૦ હજી પાઇપલાઇનમાં છે જે થોડા સમયમાં ક્લિયર થશે. જે મેરિટમાં છે તેઓને નોકરી મળે છે. આમ આદમી પાર્ટીને બદનામ કરવામાં આવી રહી છે. ગેંગસ્ટર ભાજપ અને અકાલી સરકારમાં પેદા થયા છે અને કોંગ્રેસ સરકારમાં તેને વધારો મળ્યો છે. ભાજપમાં સૌથી વધુ જેલ તૂટી છે. અમે ગેંગસ્ટર પકડ્યા છે. કેનેડામાં જે ગેંગસ્ટર બેઠો હતો તે ગોલ્ડી બરાડને અમેરિકાથી ઝડપી લેવાયો છે. પંજાબમાં શાંતિ ઇચ્છીએ છીએ. પંજાબના ગેંગસ્ટર કલચર પૂરું કરી દઈશું. ગોલડી બરાડને ભારત લાવવામાં આવશે. બહુ બધા ગેંગસ્ટર છે અહિંયા લાવ્યા બાદ બધી માહિતી બહાર આવશે. અલગ અલગ કંપનીઓ પંજાબમાં આવી રહી છે.