સરકારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદો પર ભારતીય મોરચાની સુરક્ષા માટે તૈનાત બીએસએફ માટે સર્વેલન્સ કેમેરા, ડ્રોન અને અન્ય સર્વેલન્સ સાધનોની ખરીદી માટે રૂ. ૩૦ કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. આવતા વર્ષે ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પરેડમાં BSFની પ્રથમ મહિલા ટુકડી તેમના પુરૂષ સમકક્ષો સાથે ઊંટ પર સવારી કરતી જોવા મળશે. બીએસએફના ડાયરેક્ટર જનરલ પંકજ કુમાર સિંહે ફોર્સના ૫૮મા સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ પત્રકારોને જણાવ્યું હતું કે અમે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદના આગળના મોરચે ૫,૫૦૦ કેમેરા લગાવવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે પશ્ચિમી મોરચે એટલે કે પાકિસ્તાન સરહદ પર ડ્રોન એટલે કે માનવરહિત એરિયલ વ્હીકલ્સ (યુએવી) દ્વારા ઊભા થયેલા ખતરાનો સામનો કરવા માટે દળ પાસે હાલમાં સંપૂર્ણ પ્રૂફ સિસ્ટમ નથી.
જોકે, તેમણે કહ્યું કે અમે સરહદી વિસ્તારોમાં મોટા પાયે દેખરેખ વધારી છે. તેમણે કહ્યું કે આગામી ગણતંત્ર દિવસની પરેડમાં ઊંટની અડધી ટુકડી મહિલાઓ હશે. આ વિવિધ ફરજો અને કાર્યોમાં આપણા મહિલા કર્મચારીઓની વધતી ભૂમિકાનું સૂચક છે, સીમા સુરક્ષા દળની પ્રખ્યાત ઊંટ ટુકડી ૧૯૭૬માં તેની સ્થાપના થઈ ત્યારથી જ પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો એક ભાગ છે. આ પહેલા, તે ૧૯૫૦થી સૈન્ય ટુકડી તરીકે પરેડમાં ભાગ લઈ રહ્યું છે. BSFએ પાકિસ્તાન સરહદે ૧૬ ડ્રોન તોડી પાડ્યા હતા. નોંધનીય છે કે આમાં સશસ્ત્ર બીએસએફના જવાનો અને બેન્ડના સભ્યો સામેલ છે. ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા ડ્રોન પડકાર વચ્ચે બીએસએફએ આ વર્ષે અત્યાર સુધીમાં રેકોર્ડ ૧૬ ડ્રોન તોડી પાડ્યા છે