કેન્દ્રીય કર્મચારીઓને ડીએ અને બોનસ આપ્યા બાદ હવે સરકાર ૧૮ મહિનાના એરિયર આપવા વિશે વિચાર કરી શકે છે, પરંતુ આ દરમિયાન સરકારે મોટા નિયમમં ફેરફાર કરી દીધો છે. જોકે સરકારે કર્મચારીઓ માટે એક સખત ચેતાવણી પણ જાહેર કરી છે અને જો કર્મચારીઓએ તેની અવગણના કરી તો તેમને પોતાની નિવૃતિ બાદ પેન્શન તથા ગ્રેજ્યુટીથી વંચિત થવું પડશે. એટલે કે કર્મચારીઓની બેદરકારી તેમને મોટા નુકસાનમાં નાખી શકે છે.
જોકે, સરકારે કર્મચારીઓના કામને લઇને ચેતાવણી જાહેર કરી છે. જો કોઇ કર્મચારી કામમાં બેદરકારી કરે છે તો સરકારના નવા નિયમ અનુસાર નિવૃતિ બાદ તેના પેન્શન અને ગ્રેજ્યુટી રોકવાનો નિર્દેશ આપ્યા છે. આ આદેશ કેન્દ્રીય કર્મચારીઓ પર લાગૂ પડશે, પરંતુ આગળ જઇને તેના પર રાજ્ય સરકાર પણ અમલ કરી શકે છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ સેન્ટ્રલ સિવિલ સર્વિસિઝ (પેન્શન) રૂલ ૨૦૨૧ અંતગર્ત એક નોટિફિકેશન જાહેર કર્યું છે. તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ સીસીએસ (પેન્શન) નિયમ ૨૦૨૧ ના રૂલ ૮ માં ફેરફાર કર્યો હતો, જેમાં નવી જોગવાઓ ઉમેરવામાં આવી છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો કેન્દ્રીય કર્મચારીઓ પોતાના સેવાકાળ દરમિયાન કોઇ ગંભીર અપરાધ અથવા બેદરકારીમાં દોષી મળી આવશે તો નિવૃતિ બાદ તેની ગ્રેજ્યુટી અને પેન્શન અટકાવી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કેન્દ્ર સરકાર તરફથી બદલાયેલા નિયમમાં જાણકારી તમામ સંબંધિત જોગવાઇઓ મોકલવામાં આવી છે. એટલું જ નહી તેમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે દોષી કર્મચારીઓની જાણકારી મળે છે તો તેમની પેન્શન અને ગ્રેજ્યુટી રોકવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. એટલે કે સરકાર આ વખતે આ નિયમને લઇને સખત છે. જાણો કોણ કરશે કાર્યવાહી? તે પણ જાણી લો… એવા પ્રેસિડેન્ટ જે નિવૃત કર્મચારીઓના અપ્વાઇંટિંગ ઓથોરિટીમાં સામેલ રહે છે, તેમને ગ્રેજ્યુટી અથવા પેંશન રોકવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એવા સચિવ જે સંબંધિત મંત્રાલય અથવા વિભાગ સાથે જોડાયેલા હોય તેના અંતગર્ત થનાર કર્મચારીની નિયુક્તિ કરવામાં આવી છે. તેમને પણ પેંશન અને ગ્રેજ્યુટી રોકવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કોઇ કર્મચારી ઓડિટ અને એકાઉન્ટ વિભાગ સાથે નિવૃત થયા છે તો સીએજીના દોષી કર્મચારીઓના નિવૃત થયા બાદ પેન્શન અને ગ્રેજ્યુટી રોકવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કેવી રીતે થશે કાર્યવાહી? તે પણ જાણી લો… જાહેર થયેલા નિયમ અનુસાર નોકરી દરમિયાન જો તે કર્મચારીઓ વિરૂદ્ધ કોઇ વિભાગીય અથવા ન્યાયિક કાર્યવાહી થઇ તો તેમની જાણકારી પણ સંબંધિત અધિકારીઓને આપવી જરૂરી હશે.
જો કોઇ કર્મચારી નિવૃતિ થયા બાદ પેન્શન અને ગ્રેજ્યુટીની ચૂકવણી લઇ ચૂકી છે અને પછી દોષી સાબિત થાય છે કે તો તેને પેન્શન અથવા ગ્રેજ્યુટીની પુરી અથવા આંશિક રાશિ વસૂલવામાં આવી શકે છે. ઓથોરિટી ભલે કર્મચારીઓના પેન્શન અથવા ગ્રેજ્યુટીને સ્થાયી અથવા થોડા સમય માટે રોકી શકાય છે. આ નિયમ અનુસાર આવી સ્થિતિમાં કોઇપણ ઓથોરિટીને અંતિમ આદેશ આપતાં પહેલાં યૂનિયન પબ્લિક સર્વિસ કમીશનથી ભલામણ લેવી પડશે. તેમાં એ પણ જોગવાઇ છે કે કોઇપણ કેસમાં જ્યાં પેન્શન અટકાવ્યું અથવા નિકાળવામાં આવે છે, તેમાં ન્યૂનતમ રકમ ૯૦૦૦ રૂપિયા દર મહિનાથી ઓછી થવી જોઇએ. જે રૂલ ૪૪ હેઠળ પહેલાંથી નિર્ધારિત છે.