અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આઈપીએલ ૨૦૨૨ની ફાઈનલ દરમિયાન સ્ટેડિયમમાં સૌથી વધુ પ્રેક્ષકોની હાજરીના રેકોર્ડ બદલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને આ ઉપલબ્ધિ મળી હોવાનું બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે રવિવારે જણાવ્યું હતું. અગાઉ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, મોટેરા તરીકે જાણીતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કુલ બેઠક ક્ષમતા ૧,૧૦,૦૦૦ની છે જે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા ૧૦ હજાર વધુ છે. જય શાહે જણાવ્યું હતું કે, આઈપીએલ ૨૦૨૨ની ફાઈનલમાં ૧,૧૦૧,૫૬૬ પ્રેક્ષકોની હાજરી બદલ ટી૨૦માં સર્વોચ્ચ હાજરીને લીધે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું તેનો અત્યંત આનંદ છે. ૨૯ મે ૨૦૨૨ના ગુજરાત જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ યોજાઈ હતી જેમાં ગુજરાત જાયન્ટ્સ વિજયી રહ્યું હતું.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more