દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડની જેમ એક અન્ય હત્યાકાંડનો પોલીસે ખુલાસો કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ઈસ્ટ દિલ્હીમાં મળી આવેલા માનવ શરીરના ટુકડાનો ભેદ ઉકેલ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે પાંડવ નગરમાંથી એક મહિલા અને તેના પુત્રની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુત્રએ માતા સાથે મળીને પિતાની હત્યા કરી અને પછી મૃતદેહના ટૂકડા કરીને ફ્રિજમાં રાખ્યો. બંને અલગ-અલગ દિવસે આવીને ચાંદ સિનેમાની સામે ગ્રાઉન્ડમાં અડધી રાત્રે લાશના ટુકડાને ફેંકી દેતા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે પિતાના અન્ય મહિલા સાથે સંબંધ હતા. આથી પુત્રએ માતા સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યાની આ ભયાનક ઘટનાને અંજામ આપનાર મહિલાનું નામ પૂનમ અને પુત્રનું નામ દીપક છે. મૃતકનું નામ અંજન દાસ છે. પૂનમ તેની પત્ની છે, જ્યારે દીપક તેનો પુત્ર છે. માતા-પુત્ર બંનેએ પહેલા મૃતક અંજન દાસને નશાની ગોળીઓ ખવડાવી, પછી તેની હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા કરી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. જુદા જુદા દિવસે, મધ્યરાત્રિએ, મૃતદેહોના ટુકડા ફેંકી દેતા હતા.
બીજી તરફ પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે આરોપીના ઘરેથી જે ફ્રીજમાં મૃતદેહના ટુકડા રાખવામાં આવ્યા હતા તે પણ જપ્ત કરવામાં આવ્યા છે. મૃતકનું નામ અંજન દાસ છે. આ હત્યા તેની પત્ની પૂનમ અને પુત્ર દીપકે કરી હતી. પૂનમે પતિ અંજન દાસને નશાની ગોળીઓ ખવડાવી અને પછી પુત્ર દીપકની મદદથી તેની હત્યા કરી. અનૈતિક સંબંધોના કારણે આ હત્યા કરવામાં આવી હતી. બંનેએ અંજન દાસના મૃતદેહના ટુકડા કરી તેમના ઘરના ફ્રિજમાં રાખ્યા હતા અને પછી તે ટુકડાઓ પાંડવ નગર વિસ્તારમાં આવેલા ખેતરમાં ફેંકી દીધા. તેમના ઘરની આસપાસ લગાવેલા સીસીટીવી ફૂટેજની મદદથી બંને પર હત્યાની શંકા વધુ ઘેરી બની હતી. ધરપકડ કરીને પૂછપરછ કરતાં બંનેએ હત્યાની કબૂલાત કરી હતી.