દેશમાં ડિજિટલ ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે તેમજ ઓનલાઇન બેન્કિંગ સિસ્ટમનો લાભ ગરીબ-મધ્યમ વર્ગને મળી શકે તેને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૪૧માંથી ૧૧ કંપની અને પ્રમોટરને ઓનલાઇન બેન્કિંગની મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે.
વર્ષ-૨૦૧૪માં નોટબંધી બાદ ડિજીટલ ઇન્ડિયાના અભિયાનની જવાબદારી રાષ્ટ્રિયકૃત બેન્કોને સોંપવામાં આવી અને ઝીરો બેલેન્સથી ગરીબ વ્યક્તિઓના ખાતા ખોલવાની ઝુંબેશ શરૂ થઇ હતી. રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા આ ઝુંબેશને સફળતા મળી જેથી ગરીબ મધ્યમવર્ગને ઓનલાઇન બેન્કિંગ સિસ્ટમનો વધુ લાભ મળે તેને ધ્યાનમાં રાખી આર.બી.આઇ. પાસે ખાનગી કંપની અને પ્રમોટર વ્યક્તિ મળી કુલ ૪૧ અરજી મળી હતી. જેમાંથી ૧૧ ને મંજૂરી આપવામાં આવી છે.
દશ કંપની અને પોસ્ટ વિભાગને ઓનલાઈન બેંકિગ માટે આરબીઆઈ એ મંજૂરી આપી છે. તેઓની કામગીરી નીચે મુજબ રહશે. (૧) ઓન લાઈન ખાતા ખોલશે (૨) અન ઓર્ગોનાઈઝડ સેકટરના નાના મધ્યમવર્ગના વેપારીઓ અને પ્રજા વચ્ચે નાણાંકીય વ્યવહાર કરી શકશે. (૩) ઝીરો બેલેન્સથી ખાતા ખોલી શકશે. (૪) ખાતેદાર ખાતામાં એક લાખની ડિપોઝીટ રાખી શકશે. (૫) એટીએમ- ડેબીટ કાર્ડ આપી શકશે, પરંતુ ક્રેડિટ કાર્ડ આપી શકે નહી. (6) ઓનલાઈન પેમેન્ટ કરવાની સવલત (૭) મ્યુચ્યુઅલ ફંડ બહાર પાડી શકશે. (૮) ઈન્સ્યુરન્સની સેવા આપી શકશે.