અયોધ્યામાં વર્ષ ૨૦૨૩ સુધી રામ મંદિર બનીને તૈયાર થઈ જશે. આ દરમિયાન હવે રામ મંદિરના ઈતિહાસમાં તેને લઈને કરવામાં આવેલા સંઘર્ષોને બતાવવા માટે એક ફિલ્મ બનાવવાનું એલાન કરવામાં આવ્યુ છે. દૂરદર્શન પર આ ફિલ્મને બતાવવામાં આવશે.
ખાસ વાત એ છે કે ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચન પોતાનો અવાજ આપવાના છે. તેને લઈને રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસ દરમિયાન થયેલી બેઠકમાં આ ચર્ચા કરવામાં આવી છે. રામ મંદિરના ૫૦૦ વર્ષના ઈતિહાસમાં લોકો સુધી પહોંચાડવાની સ્ટોરી લખવાની જવાબદારી પ્રખ્યાત લેખક અને ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂનને આપવામાં આવી છે. તેની સાથે ૬ સભ્યોની એક ટીમ પણ કામ કરી રહી છે.
મંદિર નિર્માણ સમિતિ અને શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ ફિલ્મ બનાવવાને લઈને પોતાની મંજૂરી આપી દીધી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પોતાનો અવાજ આપશે. જોકે, પ્રસૂન જોશી અને અમિતાભ બચ્ચન ફિલ્મ માટે કોઈ ફી નથી લેવાના. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સેક્રેટરી સચ્ચિદાનંદ જોશી આ ફિલ્મ દરમિયાન કોઑડિશનનું કામ કરશે. ચાણક્યનું નિર્માણ કરનારા ચંદ્ર પ્કાશ દ્વિવેદી અને અયોધ્યા રાજ પરિવારના પ્રખ્યાત સાહિત્યકાર યતીંદ્ર મિશ્રા પણ ફિલ્મ બનાવવામાં મદદ કરશે. શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપચ રાયે દૈનિક ભાસ્કર સાથે વાત કરતા કહ્યુ હતું કે, રામ મંદિર આંદોલનને લઈને બનાવવામાં આવી રહેલી આ ફિલ્મમાં મંદિરના ૫૦૦ વર્ષના ઈતિહાસને જોવામાં આવશે. તેમાં મંદિર નિર્માણને પણ બતાવવામાં આવશે. તેમણે જણાવ્યુ કે મંદિર નિર્માણની દરેક પ્રકારે વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ દ્વારા મંદિર નિર્માણના ઈતિહાસને નવયુવા સુધી પહોંચાડવામાં આવશે.