અમદાવાદ – શહેરના રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે આર પ્લેનેટ ઈન્ટગ્રેટ સોલ્યુશન અને ટેક્નોગ્રીન રિસાયકલિંગ દ્વારા ગ્રીન પ્લેનેટ રનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વહેલી સવારે 5 હજારથી પણ વધુ દોડવીરો જોડાયા હતા. જેમણે 5 અને 10 કિલોમીટરની રન કરીને પર્યાવરણ જાગૃતિ અંગેનો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે દોડવીરોનો ઉત્સાહ વધારવા માટે બોલિવૂડ એક્ટ્રેસ અમિષા પટેલ પણ ઉપસ્થિત રહી હતી. અમિષા પટેલે દોડવીરોને હેલ્ધિ લાઈફ જીવવા માટે મેસેજ આપ્યો હતો. ગ્રીન પ્લેનેટ રનનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણની જાળવણી અને રિસાઈકલિંગ પર વધુ ફોકસ કરીને અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો હતો.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more