અમેરિકન સિંગર સેલેના ગોમેઝ આ દિવસોમાં પોતાની પર્સનલને લઈને ચર્ચામાં છે. હાલમાં જ સિંગરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સેલેનાએ કહ્યું છે કે તેને લાગે છે કે તે ક્યારેય મા નહીં શકે. સેલેનાએ કહ્યું કે બાયપોલર ડિસઓર્ડરની દવાને કારણે બાળકને જન્મ આપવો તેના માટે ખતરનાક બની શકે છે.
તેણે તેની નવી ડોક્યુમેન્ટ્રી ‘માય માઇન્ડ એન્ડ મી’માં પણ પોતાની બીમારી વિશે ખુલીને વાત કરી છે. જોકે તેણે આ બીમારી વિશે ૨૦૨૦માં જણાવ્યું હતું, પરંતુ આ વખતે તેણે પોતાની બીમારી વિશે વધુ ખુલીને વાત કરી હતી. સેલેના ગોમેઝ હંમેશા પોતાની પર્સનલ લાઇફ વિશે ખુલીને વાત કરે છે. સિંગરે તાજેતરમાં જ રોલિંગ સ્ટોન સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેને લાગે છે કે તે ક્યારેય મા નહીં બની શકે અને ક્યારેય બાળકને જન્મ આપી શકશે નહીં. આ તે દવાઓને કારણે છે જે તે તેની ગંભીર બીમારીને દૂર કરવા માટે લઈ રહી છે. સેલેનાએ કહ્યું, ‘આ સમયે આ મારા જીવનમાં ખૂબ મોટી વાત છે’.
સેલેના કહે છે કે તે બાયપોલર ડિસઓર્ડરથી લડી રહી છે અને આ માટે સિંગર જે બે દવાઓ લઈ રહી છે તેના કારણે એવું થઈ શકે છે કે તે મા બની શકશે નહીં. જો કે, સેલેનાને આશા છે કે જ્યારે તે માતૃત્વ માટે તૈયાર થશે, ત્યારે તેને અન્ય માધ્યમથી પણ બાળક થશે. સેલેના ગોમેઝે વર્ષ ૨૦૨૦માં ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશનમાં પોતાની બીમારીનો ખુલાસો કર્યો હતો. હોલીવુડની પોપ સિંગર અને એક્ટ્રેસ સેલેના ગોમેઝના દુનિયાભરમાં લાખો ફેન્સ છે. તેણે ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ ઊંચાઈ હાંસલ કરી છે. સેલેના ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી સેલિબ્રિટીઓમાંની એક છે.
કિડનીની સમસ્યાને કારણે થોડાં વર્ષ પહેલાં તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. જોકે, તેની સારવાર બાદ સેલેનાએ તરત જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. સેલેનાની ફ્રેન્ડ ફ્રાન્સિયા રાયસાએ તેની કિડની ડોનેટ કરી હતી. એક્ટિંગ અને સિંગિંગ સિવાય સેલેના ઘણી ચેરિટી પણ કરે છે. વર્ષ ૨૦૧૧માં સેલેના ગોમેઝને યુનિસેફની બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવી હતી. તે ઘણીવાર નાના બાળકો અને સિંગલ મધરને મદદ કરતી જોઈ શકાય છે.