અમેરિકાના ફિલાડેલ્ફિયાના કેન્સિંગ્ટન વિસ્તારમાં એક બારની બહાર ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા ૧૨ લોકો ઘાયલ થયા છે. ઇસ્ટ એલેગેની અને કેન્સિંગ્ટન એવન્યુ વિસ્તારમાં શનિવારે રાત્રે ફાયરિંગ થયું હતું. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ફાયરિંગની ઘટનામાં ઓછામાં ઓછા ૧૨ લોકોને ગોળી વાગી છે. ઘાયલોની હાલની સ્થિતિ વિશે તાત્કાલિક કોઈ માહિતી મળી નથી. હજુ એ સ્પષ્ટ નથી થયું કે ગોળીબારનું કારણ શું હતું? ઈજાગ્રસ્ત લોકોને તેમની ઈજાની ગંભીરતાના આધારે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઘટનાના કેટલાક દ્રશ્યોમાં ફિલાડેલ્ફિયાના બાર પાસે પોલીસ વાહનો પાર્ક કરેલા દર્શાવવામાં આવ્યા હતા જ્યાં ફાયરિંગની જાણ કરવામાં આવી હતી. જેક્સ બારની બહાર સામૂહિક ગોળીબાર બાદ ફિલાડેલ્ફિયાના કેન્સિંગ્ટનમાં અનેક પોલીસ કર્મચારીઓ પહોંચ્યા છે. ફિલાડેલ્ફિયા પોલીસ વિભાગના નિરીક્ષક ડી.એફ. પેસે જણાવ્યું હતું કે પીડિતોને કેન્સિંગ્ટન અને એલેગેની એવેન્યુ નજીક ગોળી મારવામાં આવી હતી. તેમની તબીબી સ્થિતિ વિશે તાત્કાલિક કોઈ માહિતી મળી નથી. પોલીસના જણાવ્યા અનુસાર આ ગોળીબાર રાત્રે ૧૧ વાગ્યા પહેલા થયો હતો. આ કેસમાં પોલીસ હજુ સુધી તાત્કાલિક ધરપકડ કરી શકી નથી. અમેરિકાના શહેરોમાં અવારનવાર ગોળીબારની ઘટનાઓ બને છે અને તેમાં અનેક નિર્દોષોના જીવ જાય છે. બંદૂકો પર લાઇસન્સ ન હોવાના કારણે અમેરિકામાં ગન કલ્ચર ખૂબ જ લોકપ્રિય છે. જેનું નુકસાન સામાન્ય જનતાને ભોગવવું પડે છે.
સરકારે ઘણી વખત બંદૂકો પર લાઇસન્સ લાદવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ દરેક વખતે તેને બંદૂક-સ્વતંત્રતાના સમર્થકો સામે ઝુકવું પડ્યું છે. સપ્ટેમ્બરના પ્રારંભિક સપ્તાહમાં, ટેનેસી રાજ્યના મેમ્ફિસ શહેરમાં ફેસબુક લાઇવ સ્ટ્રીમ કરતી વખતે એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા ૨ લોકોના મોત થયા છે.