ઝોમેતોએ ડિલીવરી પાર્ટનર્સ દ્રારા રેશ ડ્રાઈવિંગનો રિપોર્ટ કરવા માટે એક હોટલાઈન ફોન નંબર શરૂ કર્યો છે. સીઈઓ દીપિંદર ગોયલે ટિ્વટર પર જાહેરાત કરી. ખાદ્ય વિતરણ કંપની ઝડપથી ડિલીવરી બેગ રજૂ કરશે, જેમાં આવા મામલાઓને રિપોર્ટ કરવા માટેના નંબરનો ઉલ્લેખ હશે. ગોયલે ટ્વીટમાં જણાવ્યું હતું કે અગાઉના વચન મુજબ અમે ડિલિવરી બેગ્સ રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે, જેમાં અમારા ડિલિવરી પાર્ટનર દ્વારા રેશ ડ્રાઇવિંગની જાણ કરવા માટે હોટલાઇન ફોન નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મહેરબાની કરીને યાદ રાખો – અમે અમારા ડિલિવરી પાર્ટનર્સને સમયસર ડિલિવરી કરવા માટે પ્રોત્સાહિત કરતા નથી, ન તો મોડી ડિલિવરી માટે અમે તેમને દંડ કરીએ છીએ. અમે તેમને એ પણ જણાવતા નથી કે ડિલિવરીનો અંદાજિત સમય શું છે – જો કોઈ ઝડપે કરે છે, તો તે તેમના પર છે. કૃપા કરીને રસ્તાઓ ટ્રાફિકને સરળ બનાવવામાં અમારી મદદ કરો. ગોયલે નવી ડિલિવરી બેગની બે તસવીરો શેર કરી છે જેમાં હોટલાઇન નંબર છપાયેલ છે. રેશ ડ્રાઇવિંગના કિસ્સામાં ૮૧૭૮-૫૦૦-૫૦૦ પર કોલ કરો. ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ તેના મલ્ટી સિટી ફૂડ અને મ્યુઝિક કાર્નિવલ ઝોમાલેન્ડની જાહેરાત કરી છે. આ તેની બીજી આવૃત્તિ હશે. જોમલેન્ડ ઈવેન્ટ પુણે, મુંબઈ, અમદાવાદ, નવી દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ અને કોલકાતામાં યોજાશે. ઇવેન્ટ ૫ નવેમ્બરથી ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. તેના નિવેદનમાં ઝોમેટોએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટમાં શહેરભરના રેસ્ટોરન્ટ્સનું અદભૂત પ્રદર્શન, તમામ ઉંમરના લોકો માટે પ્રવૃત્તિઓ અને કરવા માટે ઘણી રોમાંચક વસ્તુઓ જોવા મળશે. ઝોમેતો દ્વારા આયોજિત જોમાલેન્ડ કાર્નિવલમાં સારામાં સારી વસ્તુઓ જોવા મળશે.