દિલ્હીથી અડીને આવેલા ગુરુગ્રામમાં બુધવારે ટ્રાફિક નિયમ તોડનારા વિરુદ્ધ ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. અહીં કુલ ૧૫૫ લોકોના ચલણ ફાડવામાં આવ્યા હતા. જો કે આ તમામની વચ્ચે હેરાન કરવાનો કિસ્સો એ છે કે, આ ૧૫૫માંથી ૭૦ તો પોલીસવાળા જ છે, જેમણે ટ્રાફિક નિયમ ભંગ કર્યો છે. પોલીસની આ ડ્રાઈવ લગભગ ચાર કલાક ચાલી હતી. આ ૭૦ પોલીસ જવાનોમાંથી એક તો એસપીની કાર હતી, જેમના ડ્રાઈવરને દંડ ફટકાર્યો છે.
એક વરિષ્ઠ ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યુ છે કે, સહાયક પોલીસ અધિકારીએ ડ્રાઈવરને સીટ બેલ્ટ વિના ગાડી ચલાવતા પક઼ડી પાડ્યો હતો. ડ્રાઈવરનું ચલણ ફાડ્યું અને સીટ બેલ્ટ બાંધવાની સલાહ પણ આપી હતી. અધિકારીએ જણાવ્યું છે કે, ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા પોલીસ કર્મી પર પણ કાર્યવાહી થઈ છે. ડીસીપી ટ્રાફિક વિરેન્દ્ર સિંહ સાંગવાને કહ્યું કે, પોલીસ કર્મી હોય કે સામાન્ય નાગરિક, નિયમોનું ઉલ્લંઘન કરનારા દરેક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આશે. અમારા આ સ્પેશિયલ અભિયાન અંતર્ગત કુલ ૧૫૫ ચલણ ફાડ્યા છે અને તેમાંથી ૭૦ જેટલા પોલીસકર્મી છે. સુરક્ષિત રહેવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરુરી છે.