ભારત-તિબ્બત સીમા પોલીસ બળ હેડ કોંસ્ટેબલ અને કોન્સ્ટેબલની ભરતી કરવા માંગે છે. ઉમેદવાર ૨૭ નવેમ્બર ૨૦૨૨ સુધી recruitment.itbpolice.nic.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. ભરતી મોટર મિકેનિક પ્રોફાઇલ માટે કરવામાં આવી રહી છે. એટલા માટે મોટર મિકેનિક સર્ટિફિકેટ અથવા આઇટીઆઇ સર્ટિફિકેટ વગેરે ઉમેદવાર અરજી કરવાના પાત્ર છે. વયમર્યાદાની વાત કરીએ તો આ પદ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ હોવી જોઇએ. તો મેક્સિમમ ઉંમર ૨૫ વર્ષ રાખવામાં આવી છે. તો બીજી તરફ અરજી ફી ફક્ત ૧૦૦ રાખવામાં આવી છે. આ ભરતીથી હેડ કોસ્ટેંબલ મોટર મિકેનિકની ૫૮ જગ્યા અને કોસ્ટેબલ મોટ મિકેનિકની ૧૨૮ જગ્યા ભરવાની છે. પગારની વાત કરી તો Head Constable તો ૨૫૫૦૦ રૂપિયાથી લઇને ૮૧૧૦૦ રૂપિયા સુધી અને Constable ને ૨૧૭૦૦ રૂપિયાથી લઇને ૬૯૧૦૧ રૂપિયા પ્રતિ માહ સેલરી મળશે. Head Constable માટે ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી ૧૨ મુ પાસ અને કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી આઇટીઆઇમાંથી મોટર મિકેનિકમાં સર્ટિફિકેટ અને ટ્રેડમાં ૩ વર્ષનો અનુભવ હોવો જોઇએ.
Constable માટે ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ૧૦ મું પાસ અને આઇટીઆઇ સર્ટિફિકેટ અથવા સંબંધિત ટ્રેડમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઇએ. ઉમેદવારનું સિલેક્શન ૩ ફેજમાં કરવામાં આવશે. સૌથી પહેલાં પીઇટી અને પીએસટી હશે. તેને ક્વાલિફાઇ કરનાર ઉમેદવારને ફેજ ૨ માટે બોલાવવામાં આવશે. ફેજ ૨ માં ઓરિજનલ ડોક્યૂમેંટ્સનું વેરિફિકેશન થશે. સાથે જ ૧૦૦ નંબર માર્ક્સની લેખિત પરીક્ષા હશે અને ૫૦ માર્ક્સનો પ્રેક્ટિકલ સ્કિલ ટેસ્ટ પણ હશે. ફેજ ૧ અને ૨ ક્લિયર કરનાર ઉમેદવારને ફેજ ૩ માટે માટે બોલાવવામાં આવશે. ફેજ ૩ માં ડિટેલ્સ મેડિકલ એક્ઝામ હશે અને રિવ્યૂ મેડિકલ એક્ઝામ થશે.