વિરમગામ નગરમાં રૈયાપુર વિસ્તારમાં ૩૦ ઓક્ટોબરે રાત્રે યુવતીનું તીક્ષ્ણ હથિયારના ઘા મરાતાં વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરી હતી. જયાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. વિરમગામ ટાઉન પોલીસ વિરમગામ મહાત્મા ગાંધી હોસ્પિટલે ખાતે તાત્કાલિક પહોંચી હાજર લોકોના નિવેદન લઈ મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.
હત્યાના ગુનામાં ફરિયાદી જીવણભાઈ ગલાભાઈ વાઘેલા (રહે. મુસાફરી બંગલા,રૈયાપુર,વિરમગામ મૂળ રહે.કોઢગામ,તા.ધાંગધ્રાના જણાવ્યાં અનુસાર તેમના દીકરા નરેશભાઈ જીવણભાઈ વાઘેલા તેમજ તેના મિત્રો રાત્રે ઘરે આવ્યા હતા ત્યારે તેમની દીકરી કિરણબેન પાસેથી નરેશને શંકા જતાં મોબાઈલ ફોન જોવા માગતાં કિરણબેન મોબાઈલ આપવાની ના પાડતા તેની સાથેના તેના ૨ મિત્રએ કિરણબેનના હાથ પકડી રાખી કિરણબેનને ગાલ ઉપર થપ્પડ માર્યા બાદ તેની પાસે રહેલી છરી વડે ગળાના ભાગે ૨ ઘા મારી કિરણબેનનું મૃત્યુ નીપજાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. કિરણબેનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે લઈ જતાં સ્થળ પરના હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. ગાંધી હોસ્પિટલથી પોલીસ સ્ટેશન ખાતે ટેલિફોનિક વર્ધી આપવામાં આવેલ જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટે પીઆઈ કે આઈ જાડેજા, પીએસઆઇ જી.આર સૈયદ, પીએસઆઇ કે.એન. કલાલ, એએસઆઇ મહેન્દ્રભાઈ જગાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ કાળુભાઈ, દિગ્વિજયસિંહ દાદુભા, વીરસંગજી પ્રભુજી, શક્તિસિંહ અમરસિંહ, સોમાભાઈ બચુભાઈ વગેરે પોલીસકર્મીની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ નાસી ન જાય તે માટે ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન રિસોર્સીસની મદદથી એએસઆઇ મહેન્દ્રભાઈ જગાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વીરસંગજી પ્રભુજીના હોય સંયુક્ત રીતે ખાનગી બાટલીદારોથી મુખ્ય આરોપી નરેશ જીવણભાઈ વાઘેલા વાઘેલા ગુનો કરી ભાગી જવાની તૈયારીમાં હોય તેને તાત્કાલિક ઝડપી પાડી તેમજ પો.કો.દિગ્વિજયસિંહ દાદુભા પો.કો.શક્તિસિંહ અમરસિંહ, પો.કો.નિલેશભાઈ પ્રવીણભાઈ દ્વારા આ ગુનાના અન્ય ૨ આરોપી ધવલ પ્રવિણભાઈ શ્રીમાળી તથા સુમિત ઉર્ફે ખોખરો પ્રવિણભાઈ શ્રીમાળી (રહે.વિરમગામ)ને પણ પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ સાથે મળીને આ ગુનાને અંજામ આપેલ હોવાનું કબુલ્યું હતું.