સરકારી તેલ કંપનીઓએ મંગળવારે સવારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. ઓઇલ કંપનીઓએ આજે ૧ નવેમ્બર, ૨૦૨૨ના રોજ જાહેર થયેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. ૧૧૫નો ઘટાડો કર્યો છે. આ પછી દિલ્હી, મુંબઈ સહિત દેશના તમામ મોટા શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. જોકે, ૬ જુલાઈ, ૨૦૨૨થી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેમ તમે જાણો છો, તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે અને આજે પણ આ સમીક્ષા પછી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો ઘટાડવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.
૧ નવેમ્બરથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૧૧૫.૫૦ રૂપિયા સસ્તું થયોછે. નવી કિંમત ૧૯ કિગ્રા વજનવાળા સિલિન્ડર પર લાગુ થશે જ્યારે ૧૪.૨ કિગ્રાના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત સ્થિર છે. એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે તમારે સરકારી ઓઈલ કંપની વેબસાઈટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર જારી કરે છે. સરકારી ઓઈલ કંપનીઓ જુલાઈથી સતત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી રહી છે અને આ સતત પાંચમો મહિનો છે જ્યારે તેના દરમાં ઘટાડો થયો છે.
તાજેતરના ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને ૧,૭૪૪ રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય કોમર્શિયલ ગેસ સિલિન્ડર મુંબઈમાં ૧,૬૯૬ રૂપિયા, કોલકાતામાં ૧,૮૪૬ રૂપિયા અને ચેન્નાઈમાં ૧,૮૯૩ રૂપિયા પર પહોંચી ગયો છે. ૬ જુલાઈથી ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે સિલિન્ડર હજુ પણ એ જ કિંમતે મળશે. ઇન્ડેન સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ૧૦૫૩ રૂપિયા હશે જ્યારે કોલકાતામાં ૧૦૭૯ રૂપિયા, મુંબઈમાં ૧૦૫૨, ચેન્નાઈમાં ૧૦૬૮ રૂપિયા હશે.
જો રસોડામાં એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે તો તમારા મનમાં પ્રશ્ન આવે છે કે શું ગેસની પણ એક્સપાયરી ડેટ( હોય છે? ઓઈલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલે તેની વેબસાઈટ પર આ પ્રશ્નની માહિતી આપવામાં આવી છે.એલપીજી સિલિન્ડરોના વૈધાનિક પરીક્ષણ અને પેઇન્ટિંગ માટે સમય નક્કી કરવામાં આવે છે અને તેની ઉપર કોડની જેમ લખેલું હોય છે કે આગામી કઈ તારીખે તેમને પરીક્ષણ માટે મોકલવામાં આવશે. ઉદાહરણ તરીકે, છ ૨૦૨૨ નો અર્થ છે કે તેઓને ૨૦૨૧ (એપ્રિલ-જૂન) ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે. એ જ રીતે જે સિલિન્ડરો પર મ્ ૨૦૨૨ લખેલું હશે તેને વર્ષ ૨૦૨૨ના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર) વચ્ચે ફરીથી પરીક્ષણ માટે મોકલવામાં આવશે.