કેરલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તિરુવનંતપુરમમાં એક ગર્લફ્રેન્ડે પોતાના બોયફ્રેન્ડને એટલા માટે મારી નાખ્યો કેમ કે તે તેની સાથે બ્રેકઅપ કરવા માગતી હતી, પણ તેનો બોયફ્રેન્ડ તેને છોડવા માગતો નહોતો. ૨૩ વર્ષના યુવકની ગર્લફ્રેન્ડે પહેલા તો ક્રાઈમ ન કર્યો હોવાનું રટણ રટતી રહી, પણ બાદમાં ૮ કલાકની પૂછપરછમાં પોલીસી સામે ગુનો કબૂલી લીધો, જે બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. ૨૩ વર્ષના શૈરોન રાજ તિરુવનંતપુરમમાં રેડિયોલોજીની સ્ટૂડન્ટ્સ હતો, તેનું મોત ૨૫ ઓક્ટોબરે થયું. ૩૧ ઓક્ટોબરે પોલીસે આ વાતની પુષ્ટિ કરી કે તેની હત્યા તેની ગર્લફ્રેન્ડે જ કરી છે. શૈરોનની ગર્લફ્રેન્ડે શૈરોનને ઝેર આપીને મારી નાખ્યો હતો. એડીજીપી અજિત કુમારે આ મામલે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું છે કે, શૈરોનની હત્યા તેની ગર્લફ્રેન્ડ ગ્રીષ્માએ કરી છે.
એડીજીપીએ જણાવ્યું છે કે, ૧૪ ઓક્ટોબરના દિવસે ગ્રીષ્મા શૈરોનને લઈને પોતાના ઘરે આવી હતી. તેણે ઘરે આયુર્વેદિક ડ્રીંકની સાથે સાથે પેસ્ટીસાઈડ ભેળવીને રાખ્યું હતું. ગ્રીષ્માએ આ ડ્રીંક શૈરોનને પીવડાવી દીધું. તેને પીધા બાદ શૈરોને ઉલ્ટી પણ કરી. ત્યાર બાદ તે પોતાના દોસ્તો સાથે ઘરે નિકળી ગયો. પોલીસનું કહેવુ છે કે, તેની હત્યા પ્લાન અનુસાર કરવામાં આવી છે. શૈરોનનો ભાઈ ગ્રીષ્માને સતત ફોન કરીને પુછી રહ્યો હતો કે, તેણે શૈરોનને શું ખવડાવ્યું છે, પણ તે કંઈ બતાવી રહી નહોતી. જો તે કંઈ બતાવી દેતી તો કદાચ શૈરોનની જીંદગી બચાવી શક્યા હોત. પોલીસે જણાવ્યું છે કે, શૈરોન અને ગ્રીષ્મા છેલ્લા એક વર્ષથી રિલેશનમાં હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ. ત્યાર બાદ ગ્રીષ્માની સગાઈ અન્ય યુવક સાથે થઈ ગઈ.
જો કે, ત્યાર બાદ પણ બંનેએ સંબંધ ચાલુ રાખ્યો હતો. જો કે ગ્રીષ્મા હવે શૈરોનથી પીછો છોડાવા માગતી હતી. એટલા માટે તેને મારી નાખ્યો. ગ્રીષ્મા આ અગાઉ પણ શૈરોનને મારવાના કેટલાય પ્લાન બનાવી ચુકી છે. તેણે તો એવું પણ કહ્યું હતું કે, તેના લગ્ન જીવનમાં રાશિ અનુસાર તેનો પ્રથમ પતિ મરી શકે છે.