પાઇપ લાઇન નેચરલ ગેસ (પીએનજી) અને કમ્પ્રેસડ નેચરલ ગેસ (સીએનજી)ના ભાવમાં વધારો થતાં મોંઘવારીનો માર ઝીલતા લોકો પર વધુ બોજો આવશે.
વડોદરામાં પીએનજી અને સીએનજીના ગ્રાહકો પર કેટલો બોજો આવશે તેની હજી ગણતરી થઇ રહી છે. ઘરેલુ ક્ષેત્રમાં ઉત્પાદિત થતા નેચરલ ગેસની કિમતમાં વધારો થતા પીએનજી અને સીએનજીના ભાવમાં વધારો થયો છે. અગાઉ ત્રણ વર્ષમાં પાંચ વાર ભાવ ઘટાડા બાદ ઓક્ટોબર ૨૦૧૭માં કુદરતી ગેસના ભાવ વધ્યા હતા. ગુજરાતમાં પીએનજીના આશરે ૧૧.૫૦ લાખ જોડાણો છે. અને સીએનજી વાહનોની સંખ્યા ૫.૫૦ લાખથી પણ વધુ છે.
ગયા ઓક્ટોબરમાં ગેસના બેઝિક ભાવ પ્રતિ મિલિયન મેટ્રિક ઘનમીટરના ૨.૪૮ ડોલરથી વધારીને ૨.૮૯ કરવામાં આવ્યા હતા. જેમાં હવે વધારો કરાયો છે. ઉલ્લખેનીય છે કે ગત ઓક્ટોબરમાં ભાવ વધારો થયો ત્યારે ડોમેસ્ટિક ગ્રાહકો માથે મહિને રૂ. ૬૦ લાખનું ભારણ વધ્યું હતું.