દરેક માણસને એ હક છે કે તે પોતાના હિસાબથી પોતાનું ઘર બનાવી શકે. તેનો રંગ રોગાન કરતા પહેલા તેને કોઈની પરવાનગી લેવાની જરુર હોતી નથી. લોકો અવનાવ રંગથી પોતાના ઘરને રંગતા હોય છે. જો કે એક મહિલાએ જ્યારે આવું કર્યું તો, તેના પર ભારે ભરખમ દંડ વસૂલવામાં આવ્યો હતો. મિરાંડ ડિક્સન નામની મહિલાએ પોતાના ઘરના બહારના દરવાજામાં પોતાની પસંદનો ગુલાબી રંગ લગાવ્યો, જેના બદલામાં તેને ૧૯ લાખ રૂપિયાનો દંડ ચુકવવો પડ્યો હતો. આપ પણ વિચારતા હશો કે, આખરે એવું તે શું કર્યું આ મહિલાએ કે તેને આટલો મોટો દંડ ભરવો પડ્યો. તો આવો આપને તેની પાછળનું રહસ્ય જણાવીએ. કોઈ દરવાજાની કિંમત કેટલી હોય શકે? ગમે તેટલી વધારે હોય, પણ ૧૯ લાખ રૂપિયા તો ન જ હોય. પણ ૪૮ વર્ષિય મિરાંડા ડિક્સનની સાથે આવું જ થયું.
એડિનબર્ગના ન્યૂટાઉનમાં રહેવાસી મિરાંડા પર પોતાના જોર્જિયન ફ્રન્ટ ડોરનો ગુલાબી રંગ લગાવવા બદલ ૧૯ લાખ રપિયાનો દંડ આપવો પડ્યો.મિરાંડાને આ ઘર પોતાના માતા-પિતા તરફથી વારસામાં મળ્યું છે. જેનું રિનોવેશન તેણે હાલમાં કરાવ્યું છે. મિરાંડા પર આ દંડ Edinburgh City Council તરફથી લગાવામાં આવ્યો છે. હકીકતમાં મિરાંડા વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે તેણે ઐતિહાસિક વસ્તુએ એવી ને એવી નથી રાખી. મિરાંડાનું કહેવુ છે કે, તેના વિરુદ્ધ જાણી જોઈને દંડ લગાવવામાં આવ્યો છે. કાઉંસિલ તરફથી તેને ફરીથી દરવાજા પર મ્યૂટ કલર લગાવવા માટે કહેવામાં આવ્યું છે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર, ન્યૂટાઉનને વર્લ્ડ હેરીટેઝ કંઝર્વેશન એરિયામાં વર્ષ ૧૯૯૫માં રાખ્યું છે. તો મિરાંડાએ પોતાના ઘરથી થોડે દૂર આવેલા બ્રાઈટ કલરના દરવાજાની સામે પોતાનો ફોટો લગાવ્યો હતો. જેથી દેખાઈ શકે કે, ફક્ત તેના જ ઘરનો દરવાજો અલગ રંગમાં રંગાયો નથી.