લુબ્રિઝોલના દહેજ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટે 7મા CII નેશનલ 5S એક્સેલન્સ એવોર્ડ્સમાં પ્લેટિનમ રેટિંગ સર્ટિફિકેશન પ્રાપ્ત કર્યું
વિશ્વભરમાં CPVC કમ્પાઉન્ડના સૌથી મોટા શોધકો અને ઉત્પાદકો, એટલે કે લ્યુબ્રિઝોલ એડવાન્સ્ડ મટિરિયલ્સ, ઇનકોર્પોરેટેડએ જીત્યું CII નેશનલ 5S એક્સેલન્સ એવોર્ડ 2022 અને 5S સિસ્ટમને સર્વશ્રેષ્ઠ રીતે અમલમાં લાવવા માટે તેને તેના દહેજ ખાતેના ઉત્પાદન પ્લાન્ટ માટે પ્લેટિનમ રેટિંગ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું.
આ એવોર્ડ, 12મી ઓક્ટોબર 2022ના રોજ, ચંદીગઢમાં આયોજિત 7મા CII નેશનલ 5S એક્સેલન્સ એવોર્ડ્સમાં અશ્વિનકુમાર પટેલ – સાઈટ લીડર અને જીગ્નેશ શાહ – એસોસિયેટ મેનેજર, દહેજ સાઈટ દ્વારા લેવામાં આવ્યો હતો.
નેશનલ 5S એક્સેલન્સ એવોર્ડની શરૂઆત, 2016માં, ભારતીય ઉદ્યોગ સંઘ (CII) દ્વારા, કચરાનું ઉત્પાદન ઓછું કરવા અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે ઉત્પાદક અને વ્યવસ્થિત કાર્યસ્થળ બનાવવા અને જાળવી રાખવાના ઉદ્દેશ્યથી, પાંચ-ચરણોવાળી પદ્ધતિનું સફળતાપૂર્વક અમલીકરણ કરતા ઉત્પાદન અને સેવા ઉદ્યોગો માટે કરવામાં આવી હતી. 5S કોન્સેપ્ટ, તમામ ક્ષેત્રો (ઉત્પાદન અને સેવા બંને)માં ઉદ્યોગોની સ્પર્ધાત્મક વૃદ્ધિ માટે ખુબ જ જરૂરી આધાર બનાવે છે. 5S કોન્સેપ્ટના મહત્વને જોતાં, તેને અમલમાં લાવવાથી ઉદ્યોગોને સ્પર્ધાત્મકતા, વૃદ્ધિ, ટકાઉપણું અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં આગળ વધવામાં મદદ મળશે.
લુબ્રિઝોલનો દહેજ પ્લાન્ટ, દેશનો સૌથી મોટો CPVC કમ્પાઉન્ડિંગ પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાંથી લુબ્રીઝોલ, દક્ષિણ એશિયામાં તેના ગ્રાહકોને ફ્લોગાર્ડ પ્લસ CPVC કમ્પાઉન્ડ સપ્લાય કરે છે. આ પ્લાન્ટના કારણે, દક્ષિણ એશિયામાં લગભગ 1 કરોડ ઘરોમાં સ્વચ્છ પાણીની સુવિધા ઉપલબ્ધ થઇ છે.
આ સફળતા પર ટિપ્પણી કરતા: સ્કોટ મોલ્ડ – જનરલ મેનેજર ટેમ્પરાઈટ એન્જિનીયર્ડ પોલિમર્સે કહ્યું, “આ માન્યતા, પર્યાવરણને સુરક્ષિત રાખવા અને કાર્યક્ષમતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પરિણામ છે. CII જેવી પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત કરવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. આ સિદ્ધિ અમારા દહેજ પ્લાન્ટમાં 5S પ્રેક્ટિસના અમલીકરણ અને તેને ટકાવી રાખવામાં અમારી ટીમના યોગદાનની સાક્ષી છે અને હું લુબ્રિઝોલને સલામત અને ઉત્પાદક કાર્યસ્થળ બનાવી, અમારા ગ્રાહકોને કાયમી લાભો પ્રદાન કરવા બદલ મારી ટીમનો આભાર માનું છું.”
લગભગ 75 થી વધુ ઉદ્યોગોએ નેશનલ 5S એક્સેલન્સ એવોર્ડ 2022 મા ભાગ લીધો હતો, જેમાંથી 37 ઉદ્યોગોએ કોલિફાઈ કર્યું, જેમને CII એક્સેસર દ્વારા, CII ચંદીગઢના સફળ 5S સિસ્ટમ સાઇટ ઓડિટમાં અંતિમ પ્રેઝેન્ટેશન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.