અમેરિકાના રાષ્ટ્રપતિએ કડક શબ્દોમાં પાકિસ્તાનને અત્યંત જોખમી દેશોની સૂચિમાં સૌથી ઉપર રાખ્યો છે. અમેરિકાના આ કડક વલણથી પાકિસ્તાન બરાબર અકળાયું છે. પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ બુટ્ટો જરદારીએ કહ્યું કે પાકિસ્તાન સરકાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના દેશની પરમાણુ ક્ષમતા અંગેના નિવેદન પર અધિકૃત રીતે આપત્તિ નોંઘાવશે. બાઈડેનના નિવેદનને લઈને અમેરિકી રાજદૂત ડોનાલ્ડ બ્લોમને તલબ કરવામાં આવશે. બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે અમે તેમના (અમેરિકા) રાજદૂતને બોલાવીશું અને એક આપત્તિ પત્ર જાહેર કરીશું પરંતુ મને નથી લાગતું કે આ એક અધિકૃત નિવેદન હતું. અત્રે જણાવવાનું કે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનનું આ નિવેદન ડેમોક્રેટિક કોંગ્રેસ અભિયાન સમિતિના સ્વાગત સમારોહ બાદ આવ્યું. બાઈડેને કહ્યું હતું કે પાકિસ્તાન ‘દુનિયાના સૌથી ખતરનાક દેશોમાંથી એક’ હોઈ શકે છે. કારણ કે દેશની પાસે ‘કોઈ પણ સામંજસ્ય વગર પરમાણુ હથિયારો’ છે.
વ્હાઈટ હાઉસે બાઈડેનના હવાલે કહ્યું કે અમને લાગે છે કે પાકિસ્તાન કદાચ દુનિયાના સૌથી જોખમી દેશોમાંથી એક છે. નોંધનીય વાત એ છે કે પાકિસ્તાન પર આ ટિપ્પણી એવા સમયે આવી કે જ્યારે બાઈડેન ચીન અને વ્લાદિમિર પુતિનની રશિયાના મુદ્દે અમેરિકી વિદેશ નીતિ અંગે વાત કરી રહ્યા હતા. બાઈડેને આવું કહીને એમ તારણ કાઢ્યું કે તેઓ પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ માને છે. ત્યારબાદ કરાચીમાં બિલાવલ હાઉસમાં સંમેલનને સંબોધિત કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાનની પરમાણુ સંપત્તિ જ્યાં સુધી સુરક્ષાનો સંબંધ છે, તો International Atomic Energy Agency (આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી) મુજબ પ્રત્યેક આંતરરાષ્ટ્રીય માપદંડને પૂરા કરે છે. બિલાવલ ભુટ્ટો જરદારીએ કહ્યું કે હું રાષ્ટ્રપતિ બાઈડેનની ટિપ્પણીથી આશ્ચર્યચકિત છું. મારું માનવું છે કે આ બરાબર એ જ રીતની ગેરસમજ છે જે સંબંધોમાં કમી હોય ત્યારે પેદા થાય છે. બિલાવલે કહ્યું કે પાકિસ્તાને અમેરિકા સાથે દ્વિપક્ષીય સંબંધોની ૭૫મી વર્ષગાંઠ પણ હાલમાં જ ઉજવી છે.
જો આ પ્રકારની ચિંતા હતી તો મને લાગે છે કે તેને મારી સાથેની બેઠકમાં ઉઠાવવમાં આવત, મારું માનવું છે કે અમે હજુ હમણા અમારા સંબંધોની યાત્રા શરૂ કરી છે અને અમારી પાસે અમેરિકાની સાથે જોડાવવા અને કોઈ પણ ચિંતાને દૂર કરવા માટે અનેક તકો હશે. જો કે બિલાવલે કહ્યું કે તેમને નથી લાગતું કે તે પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો પર નકારાત્મક પ્રભાવ પાડે છે. પરંતુ આમ છતાં, બાઈડેનની ટિપ્પણીને અમેરિકા સાથે સંબંધ સુધારવાના શહબાઝ શરીફ સરકારના પ્રયત્નો માટે એક ઝટકા સ્વરૂપે જોઈ શકાય છે.