કર્ણાટકમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પાણીની ટાંકી પર ચઢીને દેશનો ત્રિરંગો લહેરાવ્યો હતો. આ દરમિયાન તેમની સાથે પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર પણ હાજર હતા. જનતાને સંબોધતા રાહુલે કહ્યું કે કન્નડ ભાષાનું સન્માન કરવું જોઈએ. ભારત જોડી યાત્રા ૭ સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થઈ હતી. હવે તે કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં પહોંચી ગયો છે. ગુરુવારે તેનો ૩૬મો દિવસ હતો.
રાહુલ ૧૨ રાજ્યોનો પ્રવાસ કરીને કાશ્મીર જશે. અત્યાર સુધીમાં તેણે ૯૨૫ કિમીનો પ્રવાસ કર્યો છે. રાહુલ ગાંધી ચિત્રદુર્ગમાં એક જગ્યાએથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે પાણીની ટાંકીમાં પાર્ટીના બેનર અને ઝંડા જોયા. તેઓ પાણીની ટાંકી પર ચઢવા લાગ્યા. આ પછી ઘણા કાર્યકરો પણ તેમની પાછળ આવ્યા. રાહુલે ટાંકી પર ચઢીને ત્રિરંગો ફરકાવ્યો હતો. ચિત્રદુર્ગમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સાથે પાર્ટીના નેતા ડીકે શિવકુમાર પણ હાજર હતા. કન્નડના વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએસએસને લાગે છે કે તેઓ કર્ણાટકના ઈતિહાસ પર હુમલો કરી શકે છે. પરંતુ જો કોઈ આવું કરશે તો તેમને કોંગ્રેસ પાર્ટીના પૂરી તાકાતનો સામનો કરવો પડશે. રાહુલે વધુમાં કહ્યું કે ભાજપ કન્નડને સેકન્ડરી ભાષા માને છે. તેનું સન્માન કરવા માંગતા નથી, પરંતુ કોંગ્રેસ માટે આ ભાષા પણ પ્રાથમિક છે.
જો કર્ણાટકના લોકો કન્નડ બોલવા માંગતા હોય, કેરળના લોકો મલયાલમ બોલવા માંગતા હોય અને તમિલનાડુના લોકો તમિલ બોલવા માંગતા હોય તો તેમને સ્વતંત્રતા હોવી જોઈએ. આ યાત્રાનો કોન્સ્પ્ટ મહાત્મા ગાંધીની ‘દાંડી માર્ચ’ પરથી લેવામાં આવ્યો છે. તેની જવાબદારી દિગ્વિજય સિંહને સો્પવામાં આવી હતી. તેણે ૨૦૧૭માં ૩૩૦૦ કિલોમીટરની ‘નર્મદા પરિક્રમા’ કરી હતૂ. દિગ્વિજયની અધ્યક્ષતામાં ભારત જોડો આયોજન સમિતિની રચના કરવામાં આવી હતી. દરેક રાજ્યમાં સંયોજકો બનાવવામાં આવ્યા હતા. આ પછી દરેક જિલ્લામાં એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. દિલ્હીમાં પણ ૨૦ થી વધુ લોકો આયોજન સાથે જોડાયેલા હતા. મુકુલ વાસનિક અને કેસી વેણુગોપાલ ઉપરાંત કોંગ્રેસ સાથે જોડાયેલા સંગઠનોના લોકો હતા.