મુંદ્રા પોર્ટ પર દુબઈથી આવેલા અને દસ દિવસથી પડી રહેલા કન્ટેનરને ડિઆરઆઈએ તપાસતા ૧૭ કરોડનો જંગી વિદેશી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. અમદાવાદ ડીઆરઆઈ જથ્થો સીઝ કરીને આયાતકારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. સિગારેટ્સ પર ભારતમાં મોટા પ્રમાણમાં ટેક્સ તેમજ ભારતીય અન્ય કાયદાઓ લાગે છે, જેનાથી બચવા અન્ય ડિક્લેરેશન કરીને અગાઉ પણ મોટા પાયે થતી દાણચોરી અગાઉ પણ ઝડપાઈ ચુકી છે.
ડિરેક્ટરોટ ઓફ રેવન્યુની અમદાવાદ શાખાએ મળેલા ઈનપુટના આધારે મુંદ્રા પોર્ટના સીએફએસમાં પડેલા એક કંટેનરની મંગળવારે ખોલીને તપાસ આદરી હતી. આ કન્ટેનર દુબઈથી ૧૦ દિવસ પહેલા આવ્યું હતું અને હજી સુધી તેની બીલ ઓફ એન્ટ્રી ફાઈલ નહતી થયેલી. એજન્સીએ કન્ટેનર ખોલીને તપાસ કરતા વિદેશી સિગારેટ્સનો ઢગલો થઈ ગયો હતો. આખો દિવસ ગણના ચાલ્યા બાદ સામે આવ્યું કે કન્ટેનરમાંથી ૮૫૦ કાર્ટુન હતા, જેમાં ૧૦ હજાર પેકેટ્સમાં ૮૫,૫૦,૦૦૦ મળી આવી હતી. વિદેશી મેંચેસ્ટર બ્રાંડની આ સિગારેટ્સની વેલ્યુ ૧૭ કરોડ થવા જાય છે. જથ્થાને કસ્ટમ એક્ટ તળે સીઝ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. ડીઆરઆઈ અમદાવાદ દ્વારા ચાલુ નાણાકિય વર્ષમાં ચાર મોટા સિઝર માત્ર સિગારેટ અને ઈ સિગારેટના કર્યા છે, જેની કુલ સીઝરનો આંકડો ૧૦૦કરોડના આંકડાને પણ પાર કરી ગયો છે.
એપ્રીલ, ૨૦૨૨માં ૧૭ કરોડની કિંમતનીસ વિદેશી સિગારેટ્સ ઝડપાઈ હતી. તો સપ્ટેમ્બરમાં ઈ સિગારેટના બે સીઝરમાં ૬૮ કરોડનો જથ્થો મળી આવ્યો હતો. આવીજ રીતે ડિઆરઆઈ દ્વારા મુંદ્રા પોર્ટ પર વધુ એક કાર્યવાહી કરીને વધુ એક વાર ૧૭ કરોડની સિગારેટ્સ પકડી પાડતા ચકચાર મચી હતી. ડિઆરઆઈ દ્વારા મુંદ્રા થી મુંબઈ જતા ઈ સિગારેટના કરોડોના જથ્થાને ઝડપ્યા બાદ મુંદ્રા કસ્ટમની અગાઉથી શંકાના દાયરામાં રહેલી ભુમિકા અને નિષ્ક્રિયતા પર સવાલ ઉઠતા મુંદ્રા કસ્ટમના એસઆઈઆઈબીએ મુંદ્રા સેઝ માટે આવેલા ૨૦ જેટલા કન્ટેનરોની તપાસ હાથ ધરી હતી.જેમાંથી કેટલાકમાંથી લેડિઝ ઈનરવેયર્સ વચ્ચે છુપાવેલી ૪૮ હજાર ઈ સિગારેટ મળી આવી હતી.