રાજ્યમાં ૨૯મી સપ્ટેમ્બરથી ૩૬મી નેશનલ ગેમ્સ યોજાવવાની છે. અમદાવાદમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૯મી સપ્ટેમ્બરના રોજ નેશનલ ગેમ્સનો ભવ્ય ભવ્યાતિ ઉદ્ઘાટન સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાજરીમાં યોજાશે. આ ભવ્ય સસમારોહમાં પ્રવેશને લઈ અને અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મફત પ્રવેશની જાહેરાત કરી અને રજિસ્ટ્રેશન કરાવવા માટે જણાવવામાં આવ્યું છે, તો બીજી તરફ ખાનગી કોમર્શિયલ વેબસાઈટ પર ૩૬મા નેશનલ ગેમ્સમાં ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે રૂ. ૧૦૦ ટિકિટનો દર રાખવામાં આવ્યો છે. પછી ટિકિટ લઈને પ્રવેશ લેવાનું રહેશે કારણ કે જો કોર્પોરેશનની આપેલી લીંક પર રજીસ્ટ્રેશન કરાવવામાં આવે અને જો ત્યાં જઈ અને પછી પ્રવેશ આપવામાં આવશે કે કેમ? અમદાવાદના લોકો સરળતાથી મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી શકે તેની વ્યવસ્થાના ભાગરૂપે લાવવા લઈ જવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ બસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેના જ ભાગરૂપે આ રજીસ્ટ્રેશન ની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સમારોહમાં ભાગ લેવા માટે લોકોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશનના આધારે લોકોને લાવવા લઈ જવામાં સરળતા રહેશે. રજિસ્ટ્રેશનમાં લોકોએ નામ, મોબાઈલ નંબર, કઈ રીતે પહોંચશે તે અને તેઓના રહેણાંકના વિસ્તારની માહિતી આપવાની રહેશે. ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં લઈ તૈયારીઓ અમદાવાદ સહિત ગુજરાતમાંથી એક લાખ જેટલા લોકો આવવાના છે. અમદાવાદના લોકો સરળતાથી આ સ્ટેડિયમમાં પહોંચી શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને જેના માટે લોકોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જોકે ખાનગી કોમર્શિયલ વેબસાઈટ પર ૩૬મા નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પ્રવેશ મેળવવા માટે રૂ. ૧૦૦ ટિકિટ દર રાખવામાં આવ્યો છે અને ઓનલાઇન ટિકિટ બુક કરવા માટે જણાવવામાં આવ્યું છે. બુકિંગ ફી જીએસટી સાથે રૂ. ૧૧૨ ચૂકવવાના રહેશે. ઓનલાઇન જ ટિકિટ ત્યાં બતાવવાની રહેશે તેમ વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે. એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં મફત એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી છે અને તેના માટે રજિસ્ટ્રેશન લિંક આપવામાં આવી છે તો બીજી તરફ ખાનગી કોમર્શિયલ વેબસાઈટ પર પૈસા આપી અને પ્રવેશ મેળવવા માટે ટિકિટ રાખવામાં આવી છે. જેથી લોકો હવે અસમંજસમાં છે કે ખરેખર ઉદ્ઘાટન સમારોહમાં જવા માટે પૈસા ચૂકવવા પડશે કે પછી પ્રવેશ મફત લેવાનો રહેશે.