ગેંગેરેપ પીડિતા નગ્ન હાલતમાં બે કિલોમીટર ચાલીને ઘરે પહોંચી

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

સોશિયલ મીડિયા પર એક અત્યંત ચોકાવનારો અને હચમચાવી નાખતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સગીરા નગ્ન હાલતમાં ઘરે પહોંચવા માટે મુરાદાબાદ-ઠાકુર દ્વારા રોડ પર લગભગ બે કિલોમીટર સુધી ચાલતી જોવા મળે છે. એવું કહેવાય છે કે પાંચ લોકોએ આ છોકરીનું અપહરણ કરીને તેની સાથે ગેંગરેપ કર્યો. વીડિયોમાં કેટલાક રાહગીરો મદદ કરવાની જગ્યાએ મૂકદર્શક બનીને ઊભેલા જોવા મળી રહ્યા છે. જ્યારે કેટલાક તેનો વીડિયો બનાવ્યો.

રિપોર્ટ્‌સ મુજબ આ ઘટના બે સપ્તાહ પહેલાની છે. પરંતુ વાયરલ વીડિયો હવે સામે આવ્યો છે. પીડિતાના સંબંધીએ કહ્યું કે જ્યારે તે ઘરે પાછી ફરી ત્યારે ખુબ લોહી વહી રહ્યું હતું અને તેણે અમને આપવીતિ સંભળાવી. ત્યારબાદ તેમણે ફરિયાદ નોંધાવવા માટે પોલીસનો સંપર્ક કર્યો પરંતુ જ્યાં સુધી જિલ્લા પોલીસ પ્રમુખ એસએસપી હેમંત કુટિયાલ સામે આ મામલો ન ઉઠાવ્યો ત્યાં સુધી કોઈએ કાર્યવાહી શરૂ કરી નહી. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી અને ૭ સપ્ટેમ્બરના રોજ એફઆઈઆર નોંધીને આરોપીની ધરપકડ કરી. ફરિયાદકર્તાએ એફઆઈઆરમાં એમ પણ કહ્યું કે આરોપીના પરિવારવાળાઓએ તેને મારી નાખવાની ધમકી પણ આપી છે.

મુરાદાબાદ પોલીસના જણાવ્યાં મુજબ, છોકરી બાજુના ગામમાં એક મેળામાં ગઈ હતી જ્યાં પાંચ લોકોએ તેનું અપહરણ કરી લીધુ અને ગેંગરેપ કર્યો. તેની બૂમો સાંભળીને એક ગ્રામીણ ઘટનાસ્થળે પહોંચ્યો ત્યાં સુધીમાં તો પાંચેય આરોપીઓ તેના કપડાં અને અન્ય સામાન લઈને ફરાર થઈ ગયા હતા. એએસપી (ગ્રામીણ) સંદીપકુમાર મીણાએ કહ્યું કે, કલમ ૩૭૬ડી (સામૂહિક  બળાત્કાર) અને પોક્સો અધિનિયમ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. અમે ૧૫ સપ્ટેમ્બરના રોજ એક આરોપીની ધરપકડ કરી હતી. આગળની તપાસ ચાલુ છે.

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/a2cdf92aedfe3caf10db6e59c6731501.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151