વિશ્વકર્મા પૂજન દિવસનું આયોજન આ વખતે “શ્રી વિશ્વકર્મા જનસહાયક ચેરિટેબલ ફાઉન્ડેશન ગુજરાત” દ્વારા કરવામાં અનોખી રીતે ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવી રહ્યું છે. કોરોનાના બે વર્ષ વિત્યા બાદ આ વખતે રંગેચંગે આયોજન કરવામાં આવી રહ્યું છે. હાથી, ઘોડા અને ડી.જે.ના તાલે શ્રી વિશ્વકર્મા ભગવાનની ભવ્ય એકતા રથયાત્રા અમદાવદામાં જુદા-જુદા રુટ પર મોટી જનમેદની સાથે નીકળશે. બે દિવસ આ યાત્રા અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ફરશે.
પ્રથમ દિવસે 17 સપ્ટેમ્બરથી શ્રી વિશ્વકર્મા મંદિર ચાંદલોડિયાથી સવારે 7 કલાકે “શ્રી વિશ્વકર્મા એકતા રથયાત્રા”નો આરંભ, રાજ્ય કક્ષા -માર્ગ અને મકાન, ઉદ્યોગ, વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર તેમજ શ્રી ભગવાનભાઈ વિશ્વકર્મા, પૂર્વ પ્રમુખ બશ્રીપંચ મોરચો (ગુજરાત પ્રદેશ) દ્વારા કરાવાશે. બીજા દિવસે 18 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા ચોક નરોડાથી સવારે 7.30 કલાકે આરંભ કરવામાં આવશે. એમ બે દિવસ દરમિયાન આ એકતા યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે.
રથયાત્રાની વિશેષતાની જો વાત કરવામાં આવે તો ઓપન જીપ સણગારવામાં આવી છે. આ ઉપરાંત ડી.જે. સાઉન્ડ, બગી, શણગારેલી ઉંટલારી, શણગારથી સજ્જ ટ્રેક્ટર, નાસિક ઢોલની ટીમ, નગારા ટીમ અને બાઈક તેમજ કારનો કાફલો પણ આ એકતા યાત્રામાં સામેલ કરાશે. આ ઉપરાંત વિશ્વકર્મા વંશજોનું સંગઠન અને અનેક લોકો તેમાં સામેલ થશે.
બે દિવસના શ્રી વિશ્વકર્મા એકતા યાત્રાના રુટની વાત કરવામાં આવે તો પ્રથમ દિવસે ચાંદલોડીયા મંદિરથી ન્યૂ રાણીપ, બલોલનગર, રાણીપ ગામ, વ્યાવસાડી મંદિર, નિર્ણય નગરથી અંબિકા ચાર રસ્તા, અર્જુન આશ્રમથી ચાંદલોડીયા બ્રિજના છેડેથી ગોતા વિશ્વકર્મા મંદિર પરત ફરશે જ્યારે બીજા દિવસનો રુટ વિશ્વકર્મા ચોક નરોડાથી શાલીની સ્કૂલ, વ્યાસવાડી કેનાલ, વિરાટનગર ક્રોસ રોડ, ઓઢવ ગણેશ ચોક, છોટાલાલ ક્રોસ રોડ, કર્ણાવતી મેગા મોલ, અર્બુદાનગર, કર્ણાવતી મેગા મોલ અને ત્યાંથી મેટ્રો સ્ટેશન અને રામ મંદિર રોડ તેમજ વિશ્વકર્મા મંદિર વસ્ત્રાલ પહોંચશે. શ્રી ભગવાનભાઈ વિશ્વકર્મા તથા વિશ્વકર્મા સમાજના મહાનુભાવોની હાજરીમાં “વિશ્વકર્મા એકતા યાત્રા”ની પૂર્ણાહૂતિ થશે.
શ્રી વિશ્વકર્મા જનસહાયક ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા વિવિધ પ્રકારના સમાજ ઉપયોગી અને જન ઉપયોગી કાર્યક્રમો કરવામાં આવે છે. જેમ કે સરકાર તરફથી મળતા વિવિધ લાભો, યોજનાઓની જાણકારી વિશ્વકર્મા સમાજને પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત મેડીકલ કેમ્પ, રોજગાર યોજના મેળા, દિવ્યાંગ અને વિધવા સહાય, બેરોજગાર અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોની નોંઘણી કરી ટ્રસ્ટ દ્વારા તેમના ઉદ્ધાર માટે પ્રક્રીયા પણ કરવામાં આવે છે આમ અનેક કાર્યક્રમો વર્ષ દરમિયાન કરવામાં આવે છે.