શું તમે કોમ્પ્યૂટરમાં એક સાથે બે વ્હોટસએપ એકાઉન્ટ ચલાવા માંગો છે। સ્માર્ટફોનમાં તો એકસાથે બે વ્હોટસએપ એકાઉન્ટ ચલાવી શકાય છે પરંતુ પીસીમાં આ શક્ય નહોતું, પરંતુ હવે પીસીમાં પણ તમે એકસાથે બે વ્હોટસએપ એકાઉન્ટ ચલાવી શકશો. જેના માટે ખૂબ જ આસાન સ્ટેપ છે. પરંતુ બે વાતનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. એક તો તમારા સ્માર્ટફોનમાં વ્હોટસએપનું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે અને સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી બાબત છે. તો જોઇએ કે કઇ રીતે પીસીમાં એકસાથે બે વ્હોટસએપ કાર કરશે.
સ્ટેપ-1
તમારા પીસીના બ્રાઉઝર પર જઇને http://web.whatsapp.com ટાઇપ કરો.
સ્ટેપ-2
અહીં તમારે QR code સ્કેન કરવાનો રહેશે, મોબાઇલમાંથી તમારો QR code સ્કેન કરી લો.
સ્ટેપ-3
હવે નવું વ્હોટસએપ ચલાવવા માટે નવી ટેબ ઓપન કરો.
સ્ટેપ-4
નવી ટેબમાં http://dyn.web.whatsapp.com લખીને એન્ટર કરી દો.
સ્ટેપ-5
અહીં પણ તમારે QR code સ્કેન કરવો પડશે. તમારા મોબાઇલના બીજા વ્હોટસએપ એકાઉન્ટ દ્વારા QR code સ્કેન કરો અને અહી પણ વ્હોટયએપ ચાલું થઇ જશે.
અકસાથે બે વ્હોટસએપ હવે પીસીમાં પણ તમે સરળતાથી ચલાવી શકશો.
iPhone લવર્સ માટે ખુશ ખબર !!! આજથી મેડ ઈન ઈન્ડિયા iPhone 16 નું વેચાણ શરુ……
ભારતભરમાં આઈફોન 16 સિરીઝ લોન્ચ, પ્રિ બૂકિંગ્સ શરૂ થયા Apple લવર્સ લાંબા સમયથી iPhone 16 સીરિઝની રાહ જોઈ રહ્યા છે....
Read more