ભારતીય રેલ્વે સમગ્ર દેશમાં યાત્રા કરવામાં માટેનું સૌથી સસ્તુ અને ઝડપી માધ્યોમાનું એક છે. લાખો લોકો આમા સફર કરે છે. હજારો ગાડીઓ યાત્રીઓને દેશના અલગ અલગ જગ્યાએ સફર પર લઇ જાય છે. આ દરમિયાન ઘણી વાર ટ્રેન મોડી પણ પડે છે. ભારતીય રેલની લેટ પડવાને લીધે લાખો મુસાફરો હેરાન થતા હોય છે. તમને કદાચ ખબર નહી હોય કે, ટ્રેન મોડી પડવા પર તમને અનેક પ્રકારની સુવિધા મળે છે. અમે તમને આ સુવિધા અંગે જણાવીશુ.
આરઆરસીટીસી અનુસાર જો તમારી ટ્રેન મોડી પડે તો તમને અનેક પ્રકારની સુવિધા આપવામાં આવતી હોય છે. જો કે આ નિયમ વિશે ઘણા થોડા લોકો જ જાણતા હશે અને જાણકારીના અભાવમાં આ સર્વિસનો લાભ નથી લઇ શક્તા. રેલવેના નિયમ મુજબ જો તમારી ટ્રેન મોડી પડે તો યાત્રિઓને ફ્રીમાં ભોજન આપવામાં આવશે. આ અંગે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. જેના લીધે આ સિવિધાનો લાભ નથી લઇ શક્તા. જો તમારી ટ્રેન ૨ કલાક કરતા મોડી હયો તો તમને આ સુવિધાનો લાભ મળી શકે છે. ભારતીય રેલવે ફક્ત એક્સપ્રેસ ટ્રેનો જેવી કે શતાબ્દી, દુરંતો, અને રાજધાની જેવી એક્સપ્રેસ ટ્રેનમાં આ લાભ આપે છે. એટલે તમારી પાસે એક્સપ્રેસ ટ્રેનની ટીકીટ છે અને તે ૨ કલાક કરતા વધારે મોડી પડે છે તો આઇઆરસીટીસી તરફથી ફ્રી ભોજન અને ઠંડા પીણું પણ આપવામાં આવે છે. સાથે જ ચા કોફી પણ આપવામાં આવ છે જે બિલકુલ ફ્રી હોય છે.
યાત્રિઓએ આ સુવિધઆનો લાભ જરૂર ઉઠાવો જોઇએ તમને ટ્રેનની ટાઇમ અનુસાર નાસ્તો પણ ઓફર કરવામાં આવી શકે છે. જો કે તે ટાઇમિંગ પર ર્નિભર કરે છે. જ્યારે તમારી ટ્રેન હોય અને તે લેટ થઇ ગઇ તો તે દિવસે મેન્યુ અનુસાર મીલી ઉપલબ્ધ કરવામાં આવશે. રેલવે અનુસાર IRCTC કૈટરીંગ પૉલિસી અનુસાર આ સેવા યાત્રિઓને આપવામાં આવે છે. જે બિલકુલ ફ્રી હોય છે. ટ્રેન બે કલાક મોડી પડે તો તમને ચા કોફ ફ્રી મળે છે. આ સાથે નાસ્તમાં ૪ બ્રેડ, બટર, જૂસ પણ મળે છે. જો તમારી ટ્રેન રાતની કે દિવસના લંચ લંચના સમયનો છે. તો જમવામાં દાળ ભાત, અચાર, પુરી, સબ્જી, પણ આપવામાં આવે છે.