નાણાકીય વર્ષ 2023 દરસમયાન કંપનીએ બીજી પટેેંટ પ્રાપ્ત થઈ
એનર્જી એફિશિએંટ પમ્પ્સ અને મોટર્સના અગ્રણી નિર્માતા શક્તિ પપ્મ્સ ઈન્ડિયા લિમિટેડે ‘શક્તિ સિલ્પ સ્ટાર્ટ સિંક્રોનેસ રન મોટર’ માટે પેટેંટ પ્રાપ્ત કરી છે. નાણાકીય વર્ષ 23 દરમિયાન શક્તિ પમ્પ્સને આ બીજી પેટેંટ યૂનાઇટેડ સ્ટેટ્સ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસ પાસેથી પ્રાપ્ત થઇ છે.
આ પેટેંટ સિવાય કંપનીને ‘ગ્રિડ-ટાઈડ પાવર જનરેશનની સાથે એક યૂનિડાયરેક્શનલ સોલર વોટર પંપ’ બનાવવા માટે એપ્રિલ, 2022માં પોતાની પહેલી પેટેંટ પ્રાપ્ત થઇ હતી. હવે, આ પેટેંટની સાથે શક્તિ પમ્પ્સે મજબૂત ઇન-હાઉસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષમતાઓને એક વાર ફરીથી દર્શાવી છે, જે તેમને પોતાના ક્ષેત્રમાં એક મજબૂત ધાર અપાવે છે. આ ઉત્પાદન પોતાની પ્રકારનું એક અનોખું ઉત્પાદન છે અને તેમાં સપાટી એટલેકે સરફેસ અને સબમર્સિબલ બન્ને શ્રેણીઓમાં વિધિવત ઉપલબ્ધ રેટ્રો ફિટ, સુપર-કુશળ મોટર તકનીક છે. પેટેંટ મોટર 5-10% વધુ એફિશિએંટ છે અને તેમાં પારંપરિક ઇંડક્શન મોટરની સરખામણીમાં 15% સુધી વધુ પાવર ફેક્ટર છે, તેથી લાઇન રન ઇંડક્શન મોટર્સ માટે એક રેટ્રોફિટ અને ઓછો કાર્બન ફુટપ્રિંટ વિકલ્પ છે. આ મોટર ગ્રાહકોને પોતાના વીજ બિલોને ઓછા કરવામાં સક્ષમ બનાવશે અને અંતે વીજ કંપનીઓના ઘટાડાની સાથેસાથે લાઇન લોસિસને પણ ઘટાડવામાં મદદ કરશે.
આ મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ પર શ્રી દિનેશ પાટીદાર, અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર, શક્તિ પમ્પ્સ (ઈન્ડિયા) લિમિટેડે જણાવ્યું, “અમને આ જાહેરાત કરતા ખૂબ જ ખુશી થઇ રહી છે કે કંપનીને ‘હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક એનર્જી એફિશિએંટ મોટર’ વિકસિત કરવા માટે પોતાની બીજી પેટેંટ મળી છે. અમે પમપ્સ, મોટર અને પાવર ઇવેક્ટ્રોનિક્સ ડિવિઝનમાં સતત નવી તકનીકોને લઇને આવી રહ્યાં છે અને ઉત્પાદનોના નવીનીકરણ કરી રહ્યાં છે. અમે નોલેજેબલ કર્મચારીઓની સાથે અમારા નવીનતમ સુસજ્જિત આર એન્ડ ડી મૂળભૂત માળખાની સાથે એક મજબૂત પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. અમે પહેલાંથી જ ભારત અને વિદેશમાં 27 અન્ય પેટેટં માટે અરજી કરી ચૂક્યા છે અને આ નનીનતાના માધ્યમથી નવીનીકરણીય ઉર્જા ઉકેલો પ્રત્યે અમારી કટિબદ્ધતાને દર્શાવે છે.”