ડેટોલ પાવડર ટુ લિક્વિડ હેન્ડવોશ 10 રૂપિયામાં આવે છે, જે 30 દિવસ સુધી ચાલે છે
ભારતની સૌથી વધુ ભરોસાપાત્ર જર્મ પ્રોટેક્શન બ્રાન્ડ ડેટોલ દ્વારા પોતાના મૂલ્ય સેગમેન્ટમાં પાવડર-ટુ-લિક્વિડ હેન્ડવોશ સોલ્યૂશન રજૂ કરવામાં આવ્યા છે. હાથની સ્વચ્છતા કોઇપણ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવા માટે સૌથી અસરકારક કાર્યદક્ષ ઉકેલ છે. ડેટોલ આ ફોર્મેટ દ્વારા સૌથી વધુ પરવડે તેવું સોલ્યૂશન લઇને આવ્યું છે જેનાથી ગ્રાહકો શ્રેષ્ઠ કિંમતે શ્રેષ્ઠ સ્વચ્છતાનું આચરણ કરી શકે છે.
ભારતમાં ડેટોલે પોતાની શરૂઆત કરી ત્યારથી જ પરિવારોને બીમારીઓથી મુક્ત રાખવા માટે કામ કરે છે. ડેટોલ દ્વારા વિજ્ઞાનના સમર્થન સાથે અસરકારક ઉકેલો પૂરા પાડીને ગ્રાહકોને જરૂરિયાતોને પૂરી કરવામાં આવે છે, જે ઘર અને પરિવારોનું રક્ષણ કરવા માટે સરળ અને ઉપયોગમાં અસરકારક ઉકેલો છે.
ડેટોલ પાવડર-ટુ-લિક્વિડ હેન્ડવોશ માટે બ્રાન્ડ દ્વારા એક ટેલિવિઝન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં પરવડે તેવી કિંમતે ઇનોવેટિવ અને કાર્યદક્ષ હેન્ડવોશિંગ સોલ્યૂશન બતાવવામાં આવ્યું છે. વધુમાં, અમે જેમની કાળજી લઇએ છીએ તેવા લોકોને કીટાણુંઓ સામે અસરકારક સુરક્ષા કવચ આપવા માટે ડેટોલનોનું ભરોસાપાત્ર 99.99% જર્મ પ્રોટેક્શન આ પ્રોડક્ટ પૂરું પાડે છે તે બાબત પર નવા TVCમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે.
રેકિટ્ટના હેલ્થ એન્ડ ન્યૂટ્રીશનના સાઉથ એશિયાના રિજનલ માર્કેટિંગ ડાયરેક્ટર ડીલેન ગાંધીએ આ પ્રોડક્ટના લોન્ચિંગ અંગે જણાવ્યું હતું કે, “ડેટોલ હંમેશા પોતાના ગ્રાહકોને અસરકારક અને ઇનોવેટિવ ઉકેલો પૂરા પાડીને સ્વચ્છતાને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રયાસ કરે છે. અમારું નવું ડેટોલ પાવડર ટુ લિક્વિડ હેન્ડવોશ વિશાળ ગ્રાહક સમુદાયને ગુણવત્તાપૂર્ણ હેન્ડવોશ પહોંચપાત્ર બનાવશે. નવા અભિયાનની મદદથી, ડેટોલ પોતાના ગ્રાહકોને પરવડે તેવી કિંમતે વધુ ઉત્તમ સુરક્ષા પૂરી પાડીને હાથની સ્વચ્છતાના મહત્વ અંગે સમજાવવાનું ચાલુ રાખે છે.”
આ પ્રોડક્ટ રૂ.10ની પરવડે તેવી કિંમતે મળે છે જે (185 મિલી) પમ્પ સોલ્યૂશનની સમકક્ષ છે. હાથ ધોવાની ફ્રિક્વન્સીમાં વધારો થયો હોવાથી, ઇનોવેટિવ પાવડર-ટુ-લિક્વિડ હેન્ડવોશ પ્રોડક્ટ ગ્રાહકોને ટકાઉક્ષમ ઉકેલ પૂરો પાડશે જે અસરકારક અને નાણાંનું ઉચ્ચ વળતર પૂરું પાડે છે. આ પ્રોડક્ટ પેરાબેન-મુક્ત છે કારણ કે તે આરોગ્યને હાનિકારક અસર કરી શકે તેવા રસાયણોથી મુક્ત છે.
ડેટોલ દ્વારા ભારતમાં વિશેષ કાર્યક્રમો દ્વારા આરોગ્યમાં સુધારો અને સ્વચ્છતાના ધોરણો પર એકધારું કામ કરવામાં આવે છે જેમાં બનેગા સ્વચ્છ ઇન્ડિયા દ્વારા આરોગ્ય, સ્વચ્છતા અને સેનિટેશન પર ધ્યાન આપવામાં આવે છે. તાજેતરમાં, ડેટોલ દ્વારા પોતાની ડેટોલ ‘ડાયેરિયા નેટ ઝીરો’ પહેલ અંતર્ગત ડાયેરિયા સામેની લડતને વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ કાર્યક્રમ ઉત્તરપ્રદેશમાં 13 જિલ્લામાં નિવારણ અને સારવાર માટે WHO-7 પોઇન્ટ પ્લાનનું અનુસરણ કરશે.