હાલના સમયમાં સત્તત ચર્ચામાં રહેલી અને લોકો પણ જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે એવી ગુજરાતી ફિલ્મ ‘માધવ’ આગામી ૧૪ ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ રહી છે ત્યારે આજ રોજ માધવ ફિલ્મનું ટાઈટલ સોંગ ‘માધવ આવે છે’ પ્રકાશિત કરવામાં આવ્યું છે.
ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ- જીફાનું સફળ આયોજન કરનાર હેતલ ઠક્કર દ્વારા બનાવવામાં આવેલી પ્રોડ્યૂસર વિવેક ઠક્કર, જેસ પ્રોર્ક્શનની પ્રથમ ગુજરાતી પોલીસ ફિલ્મ માધવ નું ટાઈટલ સોંગ ‘માધવ આવે છે’ ચોક્ક્સ લોકોને ગમશે કારણ કે આ સોંગમાં મ્યુઝિક મેહુલ સુરતીએ આપ્યું છે, જેને ગાયું છે જાણીતાં સિંગર કિર્તીદાન ગઢવીએ, ગીતનાં લેખક છે પાર્થ તરપરા અને ગીતમાં પરફોર્મેન્સ ફિલ્મના મુખ્ય નાયક હિતુ કનોડિયાએ કર્યુ છે, અને ગીતના કોરિયોગ્રાફર પ્રિન્સ ગુપ્તા છે. આવા અનેક ફિલ્મ જગતના જાણીતા લોકોના સહયોગથી બનેલુ આ ગીત ‘માધવ આવે છે’ એ કોઈ બોલીવુડ કે સાઉથની ફિલ્મ કરતા જરાય ઓછું નથી, ગીતનું મ્યુઝીક, શબ્દો, ડાન્સએ તમને કોઈ સાઉથ કે બોલીવુડ ફિલ્મોના સુપરહીટ ગીતનો અહેસાસ કરાવશે, તમે પણ આ ગીત જોશો એટલે સમજી જશો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ રીતે અને આટલું સરસ રીતે ફિલ્મનું ટાઈટલ સોંગ બનવું એ મોટી ઘટના છે એમ કહી શકાય, ખરેખર ‘માધવ’ ગુજરાતી ફિલ્મોને એક નવી દિશા તરફ લઈ જશે એમ લાગી રહ્યું છે.