મેટા અને જિયો પ્લેટફોર્મે વ્હોટ્સએપ જિયોમાર્ટ લોન્ચ કરવા સહયોગ સાધ્યોઃ
વ્હોટ્સએપ પર સૌપ્રથમ એન્ડ-ટુ-એન્ડ ખરીદીનો અનુભવ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મેટા અને જિયો પ્લેટફોર્મ્સે વ્હોટ્સએપ પર સૌપ્રથમ વખત એન્ડ-ટુ-એન્ડ ખરીદીનો અનુભવ લોન્ચ કર્યો હોવાની આજે ઘોષણા કરી છે, જ્યે ગ્રાહકો તેમના વ્હોટ્સએપ ચેટમાંથી જિયોમાર્ટમાંથી ખરીદી કરી શકે છે. વિશ્વમાં પ્રથમ વ્હોટ્સએપ પર જિયોમાર્ટ, જે લોકોએ અગાઉ ઓનલાઇન ક્યારેય ખરીદી કરી નથી તેમના ભારતમાં જિયોમાર્ટના સમગ્ર કરિયાણાના કેટલોગ મારફતે અંતરાયમુત બ્રાઉઝ કરી શકશે, કાર્ટમાં આઇટમો ઉમેરી શકશે અને ખરીદી પૂર્ણ થયે ચૂકવણું પણ વ્હોટ્સએપ ચેટ છોડ્યા વિના કરી શકશે.

ફેસબુક પોસ્ટમાં મેટાના સ્થાપક અને સીઇઓ માર્ક ઝૂકરબર્ગે જણાવ્યું હતુ કે જિયોમાર્ટ સાથે ભારતમાં અમારી ભાગીદારીનો પ્રારંભ કરતા ખુશી અનુભવુ છું. વ્હોટ્સએપ પર એન્ડ-ટુ-એન્ડ ખરીદીનો સૌપ્રથમ વખતો અનુભવ છે – જેમાં લોકો ચેટ પર જિયોમાર્ટમાંથી કરિયાણુ ખરીદી શકે છે. બિઝનસ મેસેજિંગ ખરેખર વેગ ધરાવતુ ક્ષેત્ર છે અને આના જેવું ચેટ-આધારિત અનુભવો ધરાવે છે જે આગામી વર્ષોમાં લોકોમાં અને બિઝનેસીસમાં સંદેશાવહન કરવા માટે અસ્તિત્વમાં આવશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યુ હતુ કે ભારતની પ્રજા વિશ્વની અગ્રણી ડિજીટલ સોસાયટી બને તેવું અમારુ વિઝન છે. જ્યારે જિયો પ્લેટફોર્મ્સ અને મેટાએ 2020માં ભાગીદારીની શરૂઆત કરી હતી ત્યારે માર્ક અને મે વધુને વધુને લોકોને અને બિઝનેસીસને ઓનલાઇન લાવવાનું સ્વપ્ન સેવ્યુ હતું અને એવા સચોટ નવીન ઉકેલોનું સર્જન કર્યુ હતુ કે જે પ્રત્યેક ભારતીયના રોજિંદા જીવનમાં સુગમતામાં વધારો કરશે. અમારા નવીન ગ્રાહક અનુભવના ઉદાહરણથી વ્હોટ્સએપ પર જિયોમાર્ટ સાથે સૌપ્રથમ વખત એન્ડ-ટુ-એન્ડ ખરીદી અભવ વિકસાવવા માટે ગર્વ અનુભવીએ છીએ. વ્હોટ્સએપ પર  જિયોમાર્ટ એ કરોડો ભારતીયોને ઓનલાઇન ખરીદી કરવાના સરળ અને સુગમ માર્ગ પૂરો પાડવા તરફેની અમારી વધુ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ લોન્ચ ભારતના ડિજિટલ રૂપાંતરણને વેગ આપવા અને તમામ કદના લોકો અને વ્યવસાયોને નવીન રીતે જોડાવા અને દેશમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે મેટા અને જિયો પ્લેટફોર્મ્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનો એક ભાગ છે. વ્હોટ્સએપ પરનો જિયોમાર્ટ અનુભવ લોકોના ખરીદીની અનુભવમાં અપ્રતિમ સરળતા અને સગવડ લાવી દેશભરના લાખો વ્યવસાયો તેમના ગ્રાહકો સાથે કનેક્ટ થવાની રીતમાં ક્રાંતિ લાવશે.

ઉપભોક્તા વ્હોટ્સએપ પર જિયોમાર્ટ number પર ફક્ત ‘Hi’ મોકલીને વ્હોટ્સએપ દ્વારા જિયોમાર્ટ પર ખરીદી શરૂ કરી શકે છે.

Download link to: Official photo & video assets

Share This Article