ભાજપના નેતા સોનાલી ફોગાટની હત્યાના મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ગોવા પોલીસે આ મામલે સોનાલીના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર વાસી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. વાત જાણે એમ છે કે સોનાલી ૨૨ ઓગસ્ટના રોજ જ્યારે ગોવા પહોંચ્યા ત્યારે સાંગવાન અને વાસી તેની સાથે હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ ખુલાસો થયો છે કે સોનાલીના શરીર પર ઈજાના ૪-૫ નિશાન છે.
સોનાલી મોટાભાગે ગુરુગ્રામના સેક્ટર ૧૦૨ સ્થિત ગુડગાવ ગ્રીન્સમાં રહેતા હતા. ગોવા જતા પહેલા સોનાલી ફોગાટ અને તેના પીએ સુધીર સાંગવાન ગુરુગ્રામની આ સોસાયટીમાં આવ્યા હતા. અહીં પોતાની સફારી ગાડી પાર્ક કરીને ટેક્સીથી એરપોર્ટ જવા નીકળ્યા હતા. મળતી માહિતી મુજબ સોનાલી ફોગાટે ગુડગાવ ગ્રીન્સમાં ફ્લેટ નંબર ૯૦૧ ભાડે લીધો હતો. જે સુધીર સાંગવાનના નામે રેન્ટ પર લેવાયો હતો.
જો કે જે માહિતી મળી તેનાથી જાણવા મળ્યું કે ૯૦૧ નંબર કોઈ કૃષ્ણકાંત તિવારીના નામે છે, જેને સુધીર સાંગવાન અને સોનાલી ફોગાટે રેન્ટ પર લીધો હતો. આ માટે કાયદેસર રીતે પોલીસ વેરિફિકેશન થયું હતું. સુધીર સાંગવાને જ્યારે આ ફ્લેટ રેન્ટ પર લીધો હતો ત્યારે ત્યાં રહેતા તમામ સભ્યોને જે જાણકારી આપવામાં આવી તેમાં સોનાલી ફોગાટને પત્ની ગણાવી હતી. જો કે તેમાં કેટલું તથ્ય છે તે એક તપાસનો મુદ્દો છે અને જો આ સત્ય છે તો આ મામલે આવનારા દિવસોમાં મોટો ખુલાસો થઈ શકે છે. સોનાલી ફોગટનું ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે સોનાલી સોમવારે અંજૂનામાં ‘ઝ્રેઙ્મિૈીજ’ રેસ્ટોરામાં હતી. અહીં પાર્ટી દરમિયાન બેચેનીની ફરિયાદ થઈ અને ત્યારબાદ તેને સેન્ટ એન્થોની હોસ્પિટલ ખસેડવામાં આવી. જ્યાં તેમને મૃત જાહેર કરાયા સોનાલીના મોત પાછળ કાવતરાની ગંધ તેના પરિવારને આવી રહી હતી. સોનાલીના ભાઈ રિંકુ ઢાકાએ ગોવામાં અંજૂના પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જે ગંભીર આરોપ લાગ્યા તેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તે હવે તપાસનો વિષય બની ગયો છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ સોનાલીના શરીર પર ઈજાના નિશાન છે. આ સાથે જ શરીર મોત બાદ વાદળી પડી ગયું હતું. ફોરેન્સિક ટીમ કેમિકલ તપાસ પણ કરી રહી છે. એટલે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પૂરી રીતે હજુ આવ્યો નથી. રિંકુ ઢાકાએ લખાવેલી ફરિયાદમાં સોનાલી ફોગાટના યૌન શોષણ અને તેની સંપત્તિ પર કબજો કરવાના ષડયંત્ર પાછળ સુધીર અને સુખવિન્દરનો હાથ હોવાનું કહેવાયું છે. એટલે સુધી કે બંને પર હત્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. અંજૂના પોલીસ મથકમાં અપાયેલી રિંકુની ફરિયાદ મુજબ જ્યારે ૨૦૧૯માં સોનાલી આદમપુર વિધાનસભાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે કાર્યકર તરીકે સુધીર સાંગવાન અને સુખવિંદર તેમની પાસે આવ્યા હતા. ત્યારબાદ સુધીરે સોનાલીના પીએ તરીકે કામ કરવાનું શરૂ કરી દીધુ. સોનાલી સુધીર અને સુખવિંદર પર ભરોસો કરવા લાગી હતી. સુધીર પીએ તરીકે કામ કરવા લાગ્યો તો થોડા સમયમાં જ સોનાલીના ઘરમાં કામ કરતા રસોઈયા અને નોકરોને હટાવી દીધા. તે પોતે સોનાલી માટે ભોજનની વ્યવસ્થા કરતો હતો. રિંકુએ ફરિયાદમાં જે કહ્યું છે તે મુજબ ૩ માસ પહેલા તેના પર સોનાલીનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે સુધીરે તેને ખાવા માટે ખીર આપી હતી. ખીર ખાધા બાદ તેના હાથ પગ કાંપવા લાગ્યા હતા અને તે કામ કરતા નહતા. જ્યારે આ અંગે સુધીરને પૂછ્યું તો તેણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. ફરિયાદ મુજબ સોનાલી પોતાની તમામ લેવડદેવડ, દસ્તાવેજી કાર્યવાહી, પીએ હોવાના નાતે સુધીરના માધ્યમથી જ કરતા હતા. તે સુધીરના લાવેલા કોઈ પણ દસ્તાવેજ પર વાંચ્યા વગર જ સાઈન કરી દેતા હતા.
સુધીર સાંગવાનના દબાણમાં જ સોનાલી ફોગાટે પોતાના પરિવાર અને મિત્રો સાથે વાતચીત કરવાનું બંધ કર્યું હતું. એટલે સુધી કે સોનાલીના બંને ફોન, પ્રોપર્ટીના કાગળો, એટીએમ કાર્ડ, અને ઘરની તમામ ચાવીઓ પણ સુધીર સાંગવાન પોતાની પાસે રાખતો હતો. ત્યારબાદ સોનાલીએ ફોન પર તેના જીજા અમનને કહ્યું કે સુધીર અને સુખવિંદર તેની સાથે કઈ પણ ખોટું કરી શકે છે અને પછી અચાનક ફોન કપાઈ ગયો હતો. રિંકુએ જે ફરિયાદ કરી છે તેમાં એમ પણ ઉલ્લેખ છે કે તે રાતે સોનાલીએ માતા સાથે વાત કરી હતી અને તેણે માતાને કહ્યું હતું કે સુધારે તેને ખાવાનું ખવડાવ્યું અને ત્યારબાદ શરીરમાં બેચેની અને ગભરાહટ થઈ રહી છે. શરીરમાં નબળાઈ વધી રહી છે. અચાનક સોનાલીનો ફોન કપાઈ ગયો. સોનાલીના મોત બાદ તેનો પરિવાર સતત તેને ઝેર અપાયું હોવાની વાત કરી રહ્યો છે.
ફરિયાદમાં એમ પણ લખ્યું છે કે ૨૩ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ સવારે સાડા આઠ વાગે તેના મોટા ભાઈ વતન પાસે સુધીર સાંગવાનનો ફોન આવ્યો કે તમારી બહેન સોનાલી ફોગાટનું શુટિંગ દરમિયાન મોત થઈ ગયું. આ જાણીને પરિવારના સભ્યો સાથે તેઓ ગોવા પહોંચ્યા અને પોતાના સ્તરે જાણકારી મેળવી કે ત્યાં કોઈ શુટિંગ નહતું કે ન તો પહેલેથી કોઈ શુટિંગનો પ્રોગ્રામ હતો. રિંકુ ઢાકાની ફરિયાદ પર કાર્યવાહી કરતા અંજૂના પોલીસે માત્ર અસ્વાભાવિક મોતનો કેસ દાખલ કર્યો હતો. જેનાથી સોનાલીના પરિવારજનો નાખુશ હતા. તેમણે અંજૂના પોલીસ પર બેદરકારીનો આરોપ પણ લગાવ્યો. જ્યારે પોલીસે સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી હતી. ગુરુવારે સોનાલી ફોગાટનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પહેલા જ ગોવા પોલીસે આ મામલાને હત્યાના મામલામાં ફેરવ્યો હતો. પોલીસે આ મામલે આઈપીસીની કલમ ૩૦૨ અને ૩૪ હેઠળ કેસ દાખલ કર્યો