કોકા-કોલા ઇન્ડિયાએ તેની દેશમાં વિકાસ પામેલી બ્રાન્ડ લિમ્કાના ભાગરૂપે પ્રથમ વાર લિમ્કા સ્પોર્ટ્ઝ સાથે હાઇડ્રેટીંગ સ્પોર્ટ્સ ડ્રીન્ક કેટેગરીની શરૂઆતની જાહેરાત કરી છેઆ બ્રાન્ડ ભારતમાં પાંચ દાયકાથી વધુ સમયથી ઉપસ્થિત છે અને કોકા-કોલા ઇન્ડિયાના પોર્ટફોલિયોમાં ચોથો ક્રમ ધરાવે છે. લિમ્કા એ દેશમાં ખૂબ નામના ધરાવતું ડ્રીન્ક છે જે તેના ગ્રાહકોના દિમાગ અને શરીરમાં તાજગી ભરી દેતી ક્ષમતા માટે જાણીતું છે.
બ્રાન્ડના નવા ઉત્પાદન લિમ્કા સ્પોર્ટ્ઝમાં ગ્લુકોઝ અને ઇલેક્ટ્રોલાઇટ પીણાનું મિશ્રણ છે જે જરૂરી મિનરલ્સ પણ ધરાવે છે. આ પીણામાં ફીણ જોવા નહીં મળે અને તે પાણી-આધારિત પીણું છે જે રમત-ગમત, કસરત જેવી ઉચ્ચ શારિરીક પ્રવૃત્તિમાં સામેલ વ્યક્તિને ઝડપથી રિહાઇડ્રેશન મેળવવામાં મદદ કરે છે. ઉપરાંત, સ્વાદ અને પસંદગી માટે તેમાં લીંબુના જ્યૂસને પણ સામેલ કરવામાં આવેલ છે.
ઉચ્ચ સ્વાદ અને કાર્યકારી ફાયદાઓ સાથે ગ્રાહકોને પીણાના વિવિધ વિકલ્પો પૂરા પાડવાના કોકા-કોલા કંપનીના ધ્યેયને ધ્યાને લઇ આ નવું ઉત્પાદન બહાર પાડવામાં આવ્યું છે.
નવા પ્રકારના પીણાના લોન્ચ અને લિમ્કાના હાઇડ્રેશન આધારિત સ્પોર્ટ્સ પીણાની કેટેગરીના પ્રવેશ સાથે, બ્રાન્ડ ઓલમ્પિક જેવેલિન થ્રો ચેમ્પિયન નીરજ ચોપરાને દર્શાવતી જાહેરાત દ્વારા #RukMat campaign ને ફરી જીવંત કરી રહી છે. આ ઝુંબેશ ઓડિયન્સને તેમની ક્ષમતાથી વધારે આગળ વધવાના નેવર સે ડાઇ અભિગમને પ્રોત્સાહિત કરવા માટે અભિપ્રેરણાત્મકતા પર ભાર મુકશે. બ્રાન્ડ દ્વારા મહત્તમ મિડીયા રીચ માટે ડીજીટલ તેમજ માસ-મિડીયા બ્રોડકાસ્ટિંગ સહિતનો સર્વગ્રાહી માર્કેટીંગ હાથ ધરવામાં આવશે કે જેથી નવી ઝુંબેશને ઝડપથી આગળ વધારી શકાય.
લિમ્કા સ્પોર્ટ્ઝ અંગે જાહેરાત કરતા, કોકા-કોલા ઇન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના હાઇડ્રેશન, કોફી અને ટી કેટેગરીના માર્કેટિંગ ડિરેક્ટર, કાર્તિક સુબ્રમણ્યમે જણાવ્યું, “શરીરને તાજગીસભર રાખવા માટે પીણા પૂરા પાડવાની લિમ્કાની ક્ષમતા પર કામગીરી કરવામાં આવી છે કે જેથી ગ્રાહકો દરેક પરિસ્થિતીમાં ઉત્સાહિત અને શ્રેષ્ઠ સ્થિતીમાં રહી શકે તે માટે અમે લિમ્કા સ્પોર્ટ્ઝના લોન્ચીંગથી સ્પોર્ટ્ઝ હાઇડ્રેશન કેટેગરીમાં પ્રવેશની જાહેરાત કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ. આ પીણું કંપનીમાં સ્થાનિક ફોર્મ્યુલેશન દ્વારા અને સતત માર્કેટ ટેસ્ટીંગ બાદ તૈયાર કરવામાં આવેલ છે.
લિમ્કા ખાતે અમે સર્વગ્રાહી રીતે સંમત છીએ કે લિમ્કા સ્પોર્ટ્ઝ માટે ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરા કરતા સારી પસંદગી કોઇ હોઇ જ ન શકે જે એથ્લેટિક્સમાં હાલ ટોચ પર છે અને તેઓ ઝુંબેશના સંદેશ #RukMat (ક્યારેય રોકાશો નહીં) ને યોગ્ય રીતે રજૂ કરે છે.”
ભારતીય એથ્લિટ, જેવલિન થ્રોમાં ઓલમ્પિક ચેમ્પિયન અને વર્લ્ડ ચેમ્પિયનશીપના સિલ્વર મેડાલિસ્ટ નીરજ ચોપરાએ જણાવ્યું, “એક એથ્લિટ તરીકે કાર્બોહાઇડ્રેટ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સ લેવાની મહત્વતા અંગે હું સારી રીતે જાણું છુ. લિમ્કા સ્પોર્ટ્ઝ તેના વપરાશકર્તાને ઝડપી રિહાઇડ્રેશન પ્રદાન કરે છે અને કસરત તથા રમત દરમિયાન ઉચ્ચ ક્ષમતા આપે છે અને આથી જ આ પીણું વધુ મહેતન કરીને તેમના લક્ષ્યો મેળવવા માગતા લોકો માટે હાથવગું પીણું છે.
જ્યારે ખૂબ પ્રવૃત્તિ બાદ શરીર જવાબ આપી દે છે પરંતુ તમારૂ દિમાગ કહેતું હોય કે હજુ વધુ મહેનત કરવાની છે ત્યારે આ એકદમ કામનું પીણું છે. લિમ્કા સ્પોર્ટ્ઝની નવી ઝુંબેશનો ચહેરો બનીને હું ખૂબ ખુશ છુ. આ જાહેરાત ક્યારેય લક્ષ્યનો પીછો નહીં છોડવાના અને લક્ષ્યની પાસે જવા પોતાની ક્ષમતા કરતા વધારે પ્રયત્નો કરવાના મારા અભિગમને પ્રદર્શિત કરે છે”
આ જાહેરાતની ફિલ્મ ઓગિલ્વી દ્વારા બનાવવામાં આવી છે. ઓગિલ્વી (નોર્થ)ના ચીફ ક્રિએટીવ ઓફિસર, રિતુ શારદાએ જણાવ્યું, “શારિરીક પ્રવૃત્તિ કરતા પ્રત્યેક રમતવીર માટે સૌથી મહત્ત્વની બાબત છે કે તે અટક્યા વિના વધુને વધુ પ્રવૃત્તિ કરી શકે. થોડા વધુ પગલા, એક વધુ કિલોમિટર, એક વધુ થ્રો, એક વધુ જમ્પ – આ પ્રકારે હંમેશા વધુ કરવા માગતા લોકો પોતાના લક્ષ્ય હાંસલ કરી શકે છે. લિમ્કા સ્પોર્ટ્ઝમાં આ બધું જ છે – તે યોગ્ય હાઇડ્રેશન પુરુ પાડે છે, #RukMatt ના અભિગમને આગળ લઇ જાય છે તે તમને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે. આ ઉત્પાદનનો લોન્ચીંગ માટે નીરજ ચોપરા કરતા વધુ યોગ્ય કોણ હોઇ શકે કે જેઓ ક્યારેય અટકતા નથી અને પોતાનો બેસ્ટ થ્રો માટે પ્રયત્નશીલ રહે છે. નીરજની જેમ ક્યારેય અટકવા ન માગતા લોકોને અમે કહીએ કે ‘Tu #RukMatt’!”
આ નવું ઉત્પાદન દિલ્હી એનસીઆર, બેંગલોર, ચેન્નાઇ, બંગાળ, મુંબઇ, પુના અને આંધ્ર પ્રદેશ, તેલંગાણાના વિવિધ શહેરોમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી પ્રાપ્ય થશે અને તે 250 એમએલ અને 500 એમએલના પેકીંગમાં મળશે.
નીરજ ચોપરાને આ જાહેરાતમાં જોવા માટે અહીં ક્લીક કરો: https://youtu.be/SbaSUzL-nAE