અગ્રણી ગ્લોબલ ટેકનોલોજી કંપની એચસીએલ ટેકનોલોજીસ (એચસીએલ)એ ભારત સરકારના કોર્પોરેટ મંત્રાલય દ્વારા એનાયત થતો પ્રતિષ્ઠિત નેશનલ સીએસઆર એવોર્ડ 2020 મેળવ્યો છે.
એવોર્ડ એચસીએલ ટેકનોલોજીસની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) સંસ્થા એચસીએલ ફાઉન્ડેશન દ્વારા પથપ્રદર્શક કામગીરી બદલ એનાયત થયો છે. આ ફાઉન્ડેશન શહેરી ઝૂંપડીપટ્ટી વિસ્તારોમાં ગરીબીની રેખા નીચે જીવતા સમુદાયના સમાન અને પર્યાવરણને અનુકૂળ વિકાસ માટે કામ કરે છે.
એચસીએલ ટેકનોલોજીસના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર સી વિજયકુમારે કહ્યું હતું કે, “એચસીએલ ટેકનોલોજીસ જે વિસ્તારોમાં કામ કરે છે એમાં સર્વસમાવેશક વૃદ્ધિ અને સામાજિક વિકાસમાં પ્રદાન કરવા અને સ્થાનિક સમુદાયને સેવા આપવા કટિબદ્ધ છે. અત્યાર સુધી રૂ. 900 કરોડથી વધારેના રોકાણ સાથે એચસીએલ ફાઉન્ડેશને ભારતમાં સૌથી મોટી સીએસઆર કામગીરી પૈકીની એક ઊભી કરી છે તથા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ હસ્તક્ષેપો સાથે 3.7 મિલિયનથી વધારે લોકોના જીવન પર સકારાત્મક અસર કરી છે. અમે આ એવોર્ડ બદલ ભારત સરકારના આભારી છીએ. આ સમુદાયોના જીવનમાં પરિવર્તન લાવવા તથા સમાન અને પર્યાવરણને અનુકૂળ પૃથ્વીનું નિર્માણ કરવા અમારા પ્રયાસોને બમણા કરવા અમારા માટે પ્રોત્સાહનનો મોટો સ્તોત્ર છે.”
એચસીએલ ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડન્ટ અને ડિરેક્ટર નિધિ પુંધીરે ઉમેર્યું હતું કે, “અમને વાસ્તવિક સ્તરે ચાલતા અમારા કાર્યક્રમોની અસર પર ગર્વ છે. એચસીએલ ઉદય શહેરી ગરીબોને આત્મસન્માન અને ગરિમાયુક્ત જીવન પ્રદાન કરવાનો અમારો પ્રયાસ છે. આ વિશેષાધિકાર છે, જે અમારા પ્રયાસોને રાષ્ટ્રીય પ્રાથમિકતાની કેટેગરી અંતર્ગત એનાયત થયો છે. આ એચસીએલ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિકાસ લક્ષ્યાંકોમાં પ્રદાન કરવાના વિઝનમાં પ્રદાન કરવાનો અન્ય એક પુરાવો છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અમારી ટીમો અને પાર્ટનર્સને અભિનંદન.”