અમદાવાદ તા. 29 માર્ચ, 2018 : મહિલાઓની જાતીય સતામણીના મુદ્દાને ગંભીર ગણીને અને આ બાબતે સ્થિતિ સુધારવા બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશન ગુજરાત અને બ્રિટિશ ચેવનીંગ એલુમની ઈન્ડિયાએ આજે તમામ કંપનીઓ માટે Sexual Abuse Free Environment (SAFE) સર્ટિફિકેશનનો પ્રારંભ કર્યો છે. નોકરીઓ આપનાર સમુદાય (માલિકો)ને આ મુદ્દે સંવેદનશીલ બનાવવા તથા કર્મચારીઓમાં જાગૃતિ પેદા કરીને તેમજ માર્ગરેખાઓનું પાલન કરીને ગુજરાતમાં આ દૂષણના મુદ્દે આ અનોખા અને સૌ પ્રથમ પ્રયાસનો પ્રારંભ કરાયો છે. આ પ્રવૃત્તિ એવા સમયે હાથ ધરવામાં આવી છે, જ્યારે #Me Too ચળવળ દ્વારા દુનિયાભરમાં ધ્યાન ખેંચાયુ છે. કામનાસ્થળે જાતીય શોષણ, જેન્ડર પાવર રિલેશન, છોકરીઓ અને મહિલાઓ દ્વારા જાતીય શોષણનો ભોગ બનવું પડે છે તેબાબતે ભારતીય કંપનીઓમાં ખુલ્લી ચર્ચા થતી નથી કે આવી બાબતો બહાર આવતી નથી.
દર વર્ષે ભારતીય કંપનીઓમાં કામના સ્થળે જાતીય સતામણીના કિસ્સાઓમાં ભારે વધારો જોવા મળતો હોવા છતાં આદૂષણને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાતું નથી. મુંબઈ શેર બજારમાં નોંધાયેલી 100 કંપનીઓ તરફ ઉપરછલ્લી નજર કરીએ તો જણાશે કે વિતેલાં વર્ષોમાં સતામણીના કિસ્સાઓમાં વધારો થયો છે. કંપનીના પે-રોલ ઉપર કામ કરતીમહિલાઓની સંખ્યાની તુલનામાં સતામણીનો ગુણોત્તર ઉંચો ગયો છે. ધ સેક્સયુઅલ હેરેસમેન્ટ ઓફ વીમેન એટ વર્ક પ્લેસ( પ્રિવેન્શન, પ્રોહિબિશન એન્ડ રિડ્રેસલ) એકટ 2013 ભારતમાંપ્રવર્તમાન કાયદો છે અને તેમાં મહિલાઓને કામના સ્થળે સતામણી સામે જોગવાઈઓ કરાયેલી છે, આ કાયદો તા. 9 ડિસેમ્બર, 2013થી અમલમાં આવ્યો છે. સમય વિતવા છતાં અને 10થી વધુ મહિલાઓ કામ કરતી હોય ત્યાં આ કાયદાનો અમલ કરવાની કાનૂની જરૂરિયાત હોવા છતાં મોટા ભાગના માલિકોએ આ કાયદાનો અમલ કર્યો નથી.
FICCI-EY ના નવેમ્બર 2015ના અહેવાલ મુજબ સેક્સયુઅલ હેરેસમેન્ટ એકટ 2013નું 36 ટકા ભારતીય કંપનીઓ અને 25 ટકા બહુરાષ્ટ્રીય કંપનીઓ પાલન કરતી નથી.
સેફ સર્ટિફિકેશનનો ઉદ્દેશ કંપનીઓને આ કામગીરીમાં સામેલ કરવાનો છે, જેમાં તે કાયદામાં દર્શાવેલી વિવિધ શરતોનુંપાલન કરીને સર્ટિફિકેશન માટે રજીસ્ટ્રેશન કરાવશે.સમાજના પ્રસિધ્ધ વ્યક્તિઓની બનેલી SAFE કમિટી આ કાયદાના અમલનું ઓડિટ કરશે. મુલાકાતો અને ઓચિંતું ચેકીંગ કરીને માપદંડોનું પાલન કરવાની શરતો દ્વારા તેમને સર્ટિફિકેશન અપાશે. જ્યાં 10 થી વધુ મહિલાઓ કામ કરતી હોય તેવા તમામ એકમો આ સર્ટિફિકેશન લઈ શકે છે.
તા. 28 માર્ચ, 2018ના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયેલ એકઅધિકૃત સમારંભમાં આ સર્ટિફિકેટનો પ્રારંભ કરાયો છે. ભારત ખાતેના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર એલેકઝાન્ડર ઈવાન્સે ભારપૂર્વક જણાવ્યું છે કે બ્રિટન મહિલા કર્મચારીઓના વિકાસ માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ પૂરી પાડવાની જરૂરિયાત સમજે છે. તમામ સહયોગી દેશોમાં આ દિશા તરફના કોઈ પણ પ્રયાસને અમારો બિનશરતી ટેકો રહેશે .ડો. ઈવાન્સે આ સમારંભમાં સર્ટિફિકેશનનો પ્રારંભ કર્યો હતો. આ અભિગમને સમર્થન અને ઉદ્દેશ માટે પ્રેરણા આપનાર ચેવનીંગ સ્કોલર રૂઝાન ખંભાતાએ જણાવ્યું હતું કે મહિલાઓના સશક્તિકરણના કોઈ પણ ઉદ્દેશને મારું સમર્થન મળી રહે છે. આવું સર્ટિફિકેશન શરૂ કરવાથી કંપનીઓ, SME અને MSMSE ને પોતાની મહિલા કર્મચારીઓની કાળજી લેનાર એક જવાબદાર અને સંવેદનશીલ કંપની તરીકે નોખુ સ્થાન હાંસલ કરવામાં મદદ કરશે. આ હિલચાલ ભારતની કંપનીઓને આગળ તો ધપાવશે જ પણ સાથે સાથે મહિલાઓ ખુલીને બહાર આવશે અને શ્રમદળમાં હકારાત્મક રીતે તથા નિર્ભયપણે કામ કરી શકશે. આ સમારંભમાં જે અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા તેમાં વિમેન સેલના એડિશનલ ડિરેકટર જનરલ ઓફ પોલીસ,શ્રી અનિલ પ્રથમ (આઈપીએસ), ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી શૈલેશ પટવારી, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જીઆઈડીસીના સિનિયર અધિકારીઓનો સમાવેશ થતો હતો.
ચેવનીંગ એલુમની ઈન્ડિયા (CAI) એ ભારતભરના ચેવનીંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન છે, જે ચેન્નાઈ, બેંગાલુરુ, હૈદ્રાબાદ, પુના, મુંબઈ, કોલકતા, અમદાવાદ, ચંદીગઢ અને દિલ્હીમાં ચેપ્ટર્સ ધરાવે છે. ચેવનીંગ એલુમની ઈન્ડિયા એભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભારતને બહેતર બનાવવા માટેની તેમની સંયુક્ત શક્તિ દર્શાવવા રચેલી નોન-પ્રોફીટ રજીસ્ટર્ડ સોસાયટી છે.