“તહેવારો ભારતીય સમુદાયોના હૃદય અને આત્માને જોડે છે, જે તેમની સાથે બધામાં આનંદ અને ખુશીની લાગણી લાવે છે. ઉષા ખાતે, અમે રક્ષાબંધન, ઓણમ અને ગણેશ ચતુર્થીથી શરૂ થતી માંગમાં ઉછાળો જોઇએ છીએ, જે ડિસેમ્બરમાં દુર્ગા પૂજા, નવરાત્રી, દશેરા, દિવાળી અને ગુરુપૂરબ અને નાતાલ સુધી ચાલે છે. એ કહેવું ઠીક છે કે આ સિઝન અમારા જેવી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓ માટે સૌથી મહત્વપૂર્ણ છે. અમે માંગને પહોંચી વળવા માટે અમારી લોજિસ્ટિકલ વ્યૂહરચના તૈયાર કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે અને અમે આ વર્ષે H2 દરમિયાન અમારા એકંદર વેચાણ/આવકમાં 25% (વર્ષ-દર-વર્ષ) ના વધારાની અપેક્ષા રાખીએ છીએ.
આ વર્ષે, અમે અપેક્ષા રાખીએ છીએ કે સમગ્ર શહેરી અને ગ્રામીણ બજારોના ગ્રાહકો એવાં ઉત્પાદનો ખરીદવા તરફ ઝુકાવ રાખશે જે તેમના રોજિંદા જીવનમાં મૂલ્ય, સરળતા અને સગવડતા પ્રદાન કરે. નવા જમાનાના ભારતીય ખરીદદારો તાજેતરમાં ભાવ પ્રત્યે સભાન રહેવાને બદલે મૂલ્ય પ્રત્યે સભાન બની રહ્યા છે, અને આ વલણ તહેવારોની સીઝનના વેચાણમાં પણ સારી રીતે ચાલુ રહે તેવી શક્યતા છે. અમારા પ્રથમ ઉપભોક્તાવાળા અભિગમના સમર્થનમાં, અમે એવા ઉત્પાદનો વિકસાવવા માટે ગ્રાહકની આંતરદૃષ્ટિ પર આધાર રાખીએ છીએ કે જે ગ્રાહકની ઈચ્છા સાથે મેળ ખાતાં હોય અને અમારૂં પ્રોડક્ટ વિવિધ શ્રેણીઓ તેમ જ કિંમતની ઓફર આપે છે. અમે આ મહિનાઓ દરમિયાન અમારા ઉત્પાદનોને ગ્રાહકો માટે વધુ સસ્તું બનાવવા માટે અમારી શ્રેણીઓમાં ઘણી આકર્ષક ઑફરો અને સ્કીમ્સ પણ જાહેર કરીશું.
અમે ભારતમાં રિટેલ અને કંપનીની માલિકીના આઉટલેટ્સમાં અમારા ઇન-સ્ટોર ખરીદદારના અનુભવને વધારવા માટે કામ કરી રહ્યા છીએ. વધુમાં, ગ્રામીણ વસાહતોની વધતી જતી સુસંગતતા અને બ્રાન્ડ, ઉચ્ચ-ગુણવત્તાવાળા ઘરગથ્થુ ઉપકરણોના વધતા વેચાણમાં તેમના વધતા યોગદાનને જોતાં, તહેવારોની સિઝન દરમિયાન છેલ્લો સંપર્ક સુનિશ્ચિત કરવા માટે ઉષા તેના વિતરકો સાથે કામ કરી રહી છે. ભારતના અંતરિયાળ વિસ્તારોમાં પ્રવેશ કરવાથી વ્યવસાયો માટે વિકાસના નવા માર્ગો ખૂલશે તે નિશ્ચિત છે, કારણ કે ગ્રામીણ ભાગ આ વર્ષે આર્થિક વિકાસ અને પ્રગતિ માટે પ્રાથમિક પરિબળો પૈકી હોવાનું અનુમાન છે.”