ચેન્નઈ – ડેમલર ટ્રક એજીની (“ડેમલર ટ્રક”) સંપૂર્ણ માલિકીની સબસિડિયરી, ડેમલર ઈન્ડિયા કોમર્શિયલ વ્હીકલ્સ લિમિટેડે આજે કટક, ઓડિશામાં નવા ભારત બેન્ઝ રિજનલ ટ્રેનિંગ સેન્ટર (RTC)ને લોંચ કર્યું છે. આ નવું RTC, જે ભારત બેન્ઝ, ડાયરેક્ટોરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (DTET) તથા આઈટીઆઈ, કટકના સંકુલમાં સ્થિત PPS મોટર્સ પ્રા. લિ.નું એક ભાગીદારી સાહસ છે. તે આઈટીઆઈ, કટકના વિદ્યાર્થીઓ ઉપરાંત પૂર્વ રિજિયનમાં ભારત બેન્ઝ ડીલરના સેલ્સ એન્ડ સર્વિસ ટેકનિકલ સ્ટાફ માટે ટેકનિકલ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરશે.
ઓડિશા સરકારના મહાનુભાવો, સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ ટેકનિકલ એજ્યુકેશન વિભાગના માનનીય મંત્રી, શ્રી પ્રિતિરંજન ઘરાઈ, ઓડિશા સ્કીલ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી સુબ્રતો બાગચી, સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનિકલ એજ્યુકેશનના પ્રિન્સિપલ સેક્રેટરી આઈએએસ હેમંત શર્મા, ટેકનિકલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગના ડાયરેક્ટર, આઈએએસ રઘુ જી. આ લોંચ વખતે ઉપસ્થિત રહ્યા હતા.
ભારતબેન્ઝ દ્વારા ભારતભરમાં તેના ટેકનિકલ કર્મચારીઓના પુનઃકૌશલ્ય તથા કૌશલ્યવર્ધન માટે રિજનલ ટ્રેનિંગ સેન્ટર્સની સ્થાપના કરાઈ રહી છે. આઈટીઆઈ, કટક ખાતેનું RTC એ છે, જે ચાર વર્ષ અગાઉ ચેન્નઈમાં સ્થપાયેલા સેન્ટર પછીનું બીજું કેન્દ્ર છે. ભારતબેન્ઝ ટૂંક સમયમાં વધુ બે RTCsનો આરંભ કરશે- જેમાંનું એક ઉત્તર અને બીજું પશ્ચિમ વિભાગમાં હશે જેનો ઉદ્દેશ વાર્ષિક ધોરણે મહત્તમ વ્યક્તિઓને તાલીમ આપવાનો હશે.
આ પ્રસંગે ભારતબેન્ઝ માર્કેટિંગ એન્ડ સેલ્સ કસ્ટમર સર્વિસના વાઈસ પ્રેસિડેન્ટ, રાજારામ ક્રિશ્નમૂર્તિએ જણાવ્યું હતું કે, “ભારતબેન્ઝ રિજનલ ટ્રેનિંગ સેન્ટરની કટકમાં સ્થાપના એ ભારતબેન્ઝ એકેડમીની ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં એક-એક રિજનલ ટ્રેનિંગ સેન્ટર સ્થાપવાની બૃહદ યોજનાનો એક ભાગ છે. આના થકી અમો વિદ્યાર્થીઓ, અમારા ડ્રાઈવર્સ તથા સેલ્સ એન્ડ આફ્ટર સેલ્સ સર્વિસ કર્મચારીઓમાં કૌશલ્યવૃદ્ધિ તથા કૌશલ્યવર્ધન કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. ઉત્તર અને પશ્ચિમ માટેના બે વધુ રિજનલ ટ્રેનિંગ સેન્ટર્સની યોજના પર કામ ચાલુ છે અને તે ડિસેમ્બર 2022 સુધીમાં સંપૂર્ણ કાર્યરત થઈ જશે. ભારતબેન્ઝ એકેડમી છેલ્લા 4 વર્ષથી કાર્યરત હોવાથી, અમોએ અત્યારસુધીમાં અમારા ચેન્નઈ આરટીસી ખાતે આશરે 28,000 ટેકનિશિયનોને તાલીમબદ્ધ કર્યા છે. કટકમાં નવા રિજનલ ટ્રેનિંગ સેન્ટર થકી, અમો એક વર્ષમાં 800થી વધુ ટેકનિશિયનો તથા માત્ર પૂર્વ ઝોનમાં જ 2000થી વધુ ટેકનિશિયનોને તાલીમબદ્ધ કરીશું. અમારો ઉદ્દેશ તમામ રિજનલ ટ્રેનિંગ સેન્ટર્સમાં દર વર્ષે ઓછામાં ઓછા 10,000 ટેકનિશિયનોને તાલીમબદ્ધ કરવાનો છે.”
કટકમાંનું ભારતબેન્ઝ RTC આશરે 2000 ચો.ફીટ વિસ્તારમાં ફેલાયેલું છે અને ટૂંક સમયમાં જ તે 6000 ચો.ફીટ સુધી વિસ્તરશે. આ સુવિધા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), કટકના કેમ્પસમાં આવેલી છે. આ સુવિધા 500+ સાધનસામગ્રીથી સજ્જ છે તથા તેમાં તાલીમ કાર્યક્રમો માટે 2 વાહનો અને 10 ટ્રક્સ તથા બસનો કાફલો છે. ભારતબેન્ઝ ડીલર નેટવર્ક અને આઈટીઆઈ (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) ઈન્સ્ટ્રક્ટર્સ આ RTC ખાતે વિવિધ તાલીમ કાર્યક્રમો હાથ ધરશે.
ભારતબેન્ઝ એકેડમી દ્વારા 275+ રાષ્ટ્રીય વેચાણ અને સર્વિસ ટચપોઈન્ટ ખાતે ટેકનિકલ સપોર્ટ તાલીમ પૂરા પાડવા ઉપરાંત ભારતબેન્ઝ ટ્રક ડ્રાઈવર્સ તથા ડીલરશીપ કર્મીઓને તાલીમ આપવામાં આવે છે. ભારતબેન્ઝ એકેડમી દેશભરમાં પોતાની તાલીમ સુવિધાઓ વિસ્તારી રહી છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે અમારી ડીલરશીપની નજીક ટેકનિકલ તાલીમ સુવિધા કાર્યરત રહે.
ભારતબેન્ઝ એકેડમીની પરિકલ્પના માનવબળ વિકસાવવા ઉપરાંત પરિણામોને માપવા, ભૌગોલિક વિસ્તાર કરવા, ડિજિટલાઈઝ કરવા, સ્પષ્ટતા કરવા તથા અંતિમ વપરાશકારને સલાહ આપવાનો છે. તે સ્થાનિક ભાષામાં કસ્ટમાઈઝેશનનું સંચાલન કરવા ફિલ્ડ એન્ડ ડીલર ટ્રેઈનર્સને પણ વિકસાવે છે, જેનાથી સમય અને નાણાંની બચત થાય છે, અને માનવબળ ઉપલબ્ધતા તથા કૌશલ્યને સુધારે છે.
ડ્રાઈવર ટ્રેઈનિંગ સ્ટીમ્યુલેટર એન્ડ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમને વિકસાવવા પર કામ ચાલી રહ્યું છે. આનાથી સુનિશ્ચિત થશે કે ડિજિટલ શીખવાની અનુભૂતિ વિસ્તરે અને નીચલા સ્તરે પ્રદર્શનનું નિરીક્ષણ કરીને વધુ વિકાસ સાધી શકાય. આ એકેડમી ટૂંક સમયમાં જ નવા કાર્યક્રમો- એપ્લિકેશન, થીમ, ગ્રાહક-આધારિત કાર્યક્રમ શરૂ કરશે જે અંતિમ વપરાશકારોને વધુ સારું પરિણામ હાંસલ કરવા તેમજ વ્યાપારમાં સારા પરિણામો મેળવવામાં માર્ગદર્શન આપશે. DICV દ્વારા જ્ઞાન તથા તાલીમ સામગ્રી, તાલીમ સાધનો પૂરા પાડીને DTET ટ્રેઈનર્સ તથા વિદ્યાર્થીઓને તેની પ્રાપ્તિ કરાવશે.
“આઈટીઆઈ કટક સાથે ભાગીદારી કરીને અમે અમારા સંસાધનો તથા જ્ઞાનની આઈટીઆઈ વિદ્યાર્થીઓ સાથે બજારમાં કૌશલ્યની જરૂરિયાત મુજબ વહેંચણી કરીને બજારમાં કુશળ મેનપાવર ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરીશું. અમારી ડીલરશીપ અને નેટવર્ક જ્યાં તેમને વિકસાવવામાં વધુ મહિના ખર્ચવાની જરૂર ન લાગે ત્યાં વિસ્તરણ માટે આ સંસાધનોનો ઉપયોગ કરવા વિચારી શકશે”, એમ રાજારામ ક્રિશ્નામૂર્તિએ વધુમાં ઉમેર્યું હતું.