સુનિધિ ચૌહાણે ૧૮ વર્ષની ઉંમરમાં જે મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા, તેનું નામ બોબી ખાન હતું. બોબી પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર અહમદ ખાનનો ભાઈ અને પોતે પણ કોરિયોગ્રાફર છે. સુનિધિ અને બોબીની નિકટતા સોન્ગ ‘પહેલા નશા’ ના સેટ પર વધી હતી. સુનિધિનો પરિવાર તેના લગ્ન બોબી સાથે કરાવવા માટે તૈયાર નહોતા. તેના બે કારણ હતા. એક બોબી સુનિધિ કરતા ૧૪ વર્ષ મોટો હતો અને બીજુ કારણ એ હતું કે તે અલગ ધર્મનો હતો. જો કે, ૨૦૦૨માં સુનિધિએ પરિવારની વિરુદ્ધ થઈ બોબી સાથે લગ્ન કરી લીધા અને તેની સાથે રહેવા લાગી, પરંતુ આ લગ્ન એક વર્ષ પણ ટક્યા નહીં. બંનેમાં મતભેદ થવા લાગ્યા અને ૨૦૦૩માં તેમને અલગ થવાનો ર્નિણય કર્યો. સુનિધિએ એક વાતચીતમાં પોતાના તૂટેલા સંબંધો વિશે કહ્યું હતું કે તે અને બોબી જીવનમાં અલગ-અલગ વસ્તુઓ મેળવવા માગે છે.
કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે બોબી સાથે સુનિધિનો સંબંધ તૂટ્યો, ત્યારે તેની પાસે રહેવા માટે જગ્યા નહોતી. ત્યારે અન્નુ કપૂર અને તેની પત્નીએ તેણે સહારો આપ્યો અને પોતાના ઘરમાં રહેવાની જગ્યા આપી. બોબી સાથે છૂટાછેડા પછી લગભગ ૧૦ વર્ષ સુધી સુનિધિએ કરિયર પર ફોકસ કર્યું અને તેણે એક વખત ફરીથી પ્રેમ થયો. તેણે ૨૦૧૨માં પોતાના જૂના મિત્ર અને સંગીતકાર હિતેશ સોનિક સાથે લગ્ન કરી લીધા. લગ્નના ૬ વર્ષ પછી ૨૦૧૮માં તેણે દીકરા તેગને જન્મ આપ્યો. સુનિધિ અને હિતેશના સંબંધોના તકરારના સમાચાર હંમેશાં ચર્ચામાં રહેતા. ૨૦૨૧માં સુનિધિએ એક વાતચીતમાં એ વાતની પુષ્ટિ કરી હતી કે તેના અને હિતેશના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. જો કે હવે બધું બરાબર છે.
સુનિધિ ચૌહાણના કરિયરની વાત કરીએ તો તે ૪ વર્ષની હતી, ત્યારથી ગીતો ગાતી હતી. તેણે ૧૧ વર્ષની ઉંમરમાં ફિલ્મ શાસ્ત્રનું ગીત ‘લડકી દીવાની’થી કરી હતી. તેમાં તેના કો-સિંગર ઉદિત નારાયણ હતા. સુનિધિએ બાદમાં ‘મસ્ત’, ‘મિશન કાશ્મીર’, ‘અજનબી’, ‘સુરઃધ મેલોડી ઓફ લાઈફ’, ”મુન્નાભાઈ એમબીબીએસ’ અને ‘ઓમકારા’ જેવી ફિલ્મોમાં શાનદાર ગીતો ગાયા. તેણે ટીવી પર ‘ઈન્ડિયન આઈડલ’ની ૫મી અને છઠી સિઝનને જજ કરી છે. તે ‘ધ વોઈસની કોચ’ , ‘ધ રીમિક્સ’ અને ‘દિલ હૈ હિન્દુસ્તાની સિઝન ૨’ની પણ જજ રહી ચૂકી છે.