એચસીજી હોસ્પિટલ્સના તબીબોએ અનેકવિધ જન્મજાત પરિસ્થિતિઓ સાથે દુર્લભ જન્મજાત સ્કોલિયોસિસથી પીડિત 12 વર્ષીય કિશોરી પર કરોડરજ્જુની ઓસ્ટિઓટોમી પ્રક્રિયા સફળતાપૂર્વક હાથ ધરી

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

અમદાવાદની એચસીજી હોસ્પિટલ્સે 12 વર્ષની કિશોરી રેખા (નામ બદલ્યું છે) પર કરોડરજ્જુની ઓસ્ટિઓટોમી પ્રક્રિયા સફળતાપૂર્વક હાથ ધરી હતી,જે દુર્લભ જન્મજાત સ્કોલિયોસિસ (કરોડાની બાજુમાં વળાંક)થી પીડાતી હતી,જેના પરિણામે પીઠ વળી ગઈ હતી. આ સ્થિતિ કરોડરજ્જુની અસામાન્ય વૃદ્ધિને કારણે ઉદભવી હતી. જોડાયેલી કરોડરજ્જુને તોડી અને કરોડરજ્જુના સ્તંભના કાર્યને સાચવીને તેને પુનઃવ્યવસ્થિત કરી એક જટિલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કિશોરી પણ એક કિડની સહિત અનેકવિધ જન્મજાત પરિસ્થિતિઓથી પીડાતી હતી અને 8 મહિનાની ઉંમરે તેની હાર્ટ સર્જરી પણ કરવામાં આવી હતી. કરોડરજ્જુ સુધારા માટેની આ જટિલ શસ્ત્રક્રિયા એચસીજી હોસ્પિટલ્સના સ્પાઇન સર્જરી કન્સલ્ટન્ટડૉ. અમિત ઝાલા અને એચસીજીહોસ્પિટલ્સના ડૉકટરોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

રેખાનું બાળપણ સમસ્યાઓથી ઘેરાયેલું હતું,તેને જન્મજાત ખામીને કારણે ઘણી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તે જન્મથી જ અન્ય અવયવો સાથે પણ સંકળાયેલી એવી માયલોમેનિંગોસેલથી પીડિત હતી. તે એક વિકાસલક્ષી વિકલાંગતા કે જે સમાજીકરણ, સંદેશાવ્યવહાર અને વર્તનને અસર કરે છે તેવી ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરથી પણ પીડિત હતી. રેખા જ્યારે 8 મહિનાની હતી ત્યારે તેના હૃદયના ઉપલી ચેમ્બરમાં છિદ્ર હતું અને અમદાવાદમાં ઓપન-હાર્ટ સર્જરી કરવામાં આવી હતી.

અઢી વર્ષની ઉંમરે, તેણીને તેની કરોડરજ્જુ વર્ટેબ્રલ કૉલમ સાથે જોડાયેલ હોવાનું જણાયું હતું, જેના કારણે તેણીની મોટર સ્કિલ્સને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે તેમ હતી,જેમાં ચાલવાની બાબતનો પણ સમાવેશ થતો હતો. તેથી, મુંબઈમાં પ્રોફીલેક્ટીક પ્રિવેન્ટિવ સર્જરી હાથ ધરવામાં આવી હતી. સોનોગ્રાફી કરાવતાં એવું પણ જાણવા મળ્યું કે તેની એક જ કિડની હતી.

રેખા તેની પીઠની સ્થિતિસહિતની અનેક સમસ્યાઓ સાથે એચસીજી હૉસ્પિટલ અમદાવાદ ખાતેપહોંચી હતી. ડૉ. અમિત ઝાલા અને તેમની ટીમ દ્વારા જ્યારે તેની સ્થિતિનું નિદાન કર્યું ત્યારેજાણવા મળ્યું કે તેણીની કરોડરજ્જુની અસામાન્ય વૃદ્ધિ લગભગ 12 વર્ષથી પ્રગતિ કરી રહી હતી, જે તેને સ્કોલિયોસિસ તરફ દોરી જઇ રહી છે. ટીમે સર્વસંમતિથી કરોડરજ્જુના કાર્યોને સાચવીને સ્પાઇનલ ઓસ્ટિઓટોમી તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા સ્થિતિને ઠીક કરવાનો નિર્ણય કર્યો. જ્યારે સર્જરી કરવામાં આવી રહી હતી, ત્યારે કરોડરજ્જુની કાર્યક્ષમતા પર દેખરેખ રાખવા માટે ઇન્ટ્રા-ઓપરેટિવ ન્યુરો-મોનિટરિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સર્જનોએ કરોડરજ્જુને તેના કુદરતી સ્વરૂપમાં પાછી લાવવાની ખાતરી કરીને સામાન્ય રીતે કરોડરજ્જુને ફરીથી ગોઠવ્યું.

આ જટિલ 7-8-કલાકની સર્જરી અત્યંત સાવધાની સાથે હાથ ધરવામાં આવી હતી, કારણ કે રેખા ભૂતકાળમાં કરોડરજ્જુની પ્રક્રિયામાંથી પસાર થઈ હતી,જેના કારણે સર્જરી દરમિયાન કરોડરજ્જુને કોઈ નુકસાન થવાથી તે પેરાપ્લેજિક બની શકે તેમ હતી, જે એકએવી સ્થિતિ હોય છે જ્યાં વ્યક્તિ નીચલા અંગોની કાર્યક્ષમતા ગુમાવે છે.

સર્જરી અંગે ટિપ્પણી કરતા, એચસીજી હોસ્પિટલ્સ અમદાવાદના સ્પાઇનલ સર્જરીના ડાયરેક્ટર ડૉ. અમિત ઝાલાએ જણાવ્યું, “એક જટિલ કરોડરજ્જુ સુધારાની શસ્ત્રક્રિયામાંથી બહાર આવ્યા બાદ રેખાને તેના પગ પર ફરીથી ઉભી રહેલી જોવી તે આશ્ચર્યજનક છે. રેખાનું સ્કોલિયોસિસ કરોડરજ્જુમાં 12 વર્ષ સુધી અસામાન્ય વૃદ્ધિની કોસ્મેટિક વિકૃતિનું પરિણામ હતુંઅને જો સમયસર સારવાર ન કરવામાં આવે તો, તે 18 વર્ષની ઉંમર સુધી વધ્યું હોત, જે વધુ જટિલતાઓ તરફ દોરી જાય છે. વધુમાં, રેખાને અનેકવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેમાંથી દરેકે એક અનોખો પડકાર ઉભો કર્યો હતો. આ એક જટિલ શસ્ત્રક્રિયા હતી, કારણ કે શસ્ત્રક્રિયા દરમિયાન કરોડરજ્જુને કોઈપણ નુકસાન તેના બાકીના જીવન માટે તેના નીચલા અંગોની ગતિશીલતા અને કાર્યક્ષમતા ગુમાવવાનું નુકસાન છોડી શકે તેમ હતી. સર્જરીને સફળ બનાવવા માટે હું મારી સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરી તેમને અભિનંદન પાઠવું છું.”

પોતાનો આભાર વ્યક્ત કરતા રેખાના માતા-પિતાએ જણાવ્યું, “રેખાને વધતી જતી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી અને કરોડરજ્જુની આ સમસ્યાએ તેના જીવનમાં ધરખમ ફેરફાર કર્યો હતો. અમે આ ડિસઓર્ડરની સારવાર માટે અનેક સર્જનોની સલાહ લીધી અને અમે સંતુષ્ટ ન હતા. ડૉ. અમિતે આ સ્થિતિની સારવાર માટે અમારી દીકરીની સંભાવનાઓ અને શસ્ત્રક્રિયાને સમજાવીને અમારી આશાઓને પુનઃજીવિત કરી. આજે, તેને સામાન્ય સ્થિતિમાં ચાલતા જોવાથી અમને સંપૂર્ણ આનંદ મળે છે. આ ક્ષણે, તેને તેના પગ પર પાછા ઊભા રહેવામાં મદદ કરવા બદલ હું ડૉ. અમિત અને એસચીજીહોસ્પિટલ્સના ડૉકટરોની તેમની ટીમનો આભાર વ્યક્ત કરૂં છું.”

સર્જરીના માંડ 48 કલાક બાદ, રેખા સ્વસ્થ થઈ અને હાલમાં ફિઝિયોથેરાપી સેશન્સ લઇ રહી રહી છે. રેખા દુનિયાનો સામનો કરવા અને કોઈપણ ચિંતા વિના સામાન્ય જીવન જીવવા માટે તૈયાર છે.

Share This Article