“તાલીમ અમને અંધકારથી પ્રકાશ તરફ લઇ આવી છે.”
આ નમ્ર પ્રસશાપત્ર મેળવતા ઇન્ડિયન એકેડેમી ફોર સેલ્ફ એમ્પ્લોઈડ વિમેન’ ને ૩૦ વર્ષ લાગ્યા. ૧૯૯૧માં સ્થપાયેલી અને “આગેવાનોની હરોળ તૈયાર કરવી” તેવા સપના સાથે કામ કરતી અકાદમી તે સેવાના શક્તિવિકાસ, રીસર્ચ, સાક્ષરતા અને સંચારની સેવાઓ આપવાની પહેલ કરી.
સેવાના સભ્યોની “યુનિવર્સીટી” ગણાતી અકાદમી સભ્યોને ઔપચારીક શિક્ષણના વાતાવરણનો પરિચય કરાવે છે. ત્યારથીજ IASEW, સેવા ચળવળને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખરેખરતો, ૧૯૯૦માં ઇલાબેને વિચાર્યું હતું કે સપનું જોયું હતું કે ગરીબ શ્રમજીવી બહેનોની સેવા યુનિવર્સીટી બને કે જેમાં દુનિયાનાં જ્ઞાનનો લાભ બહેનોને મળે અને તેઓ પણ તેમનું જ્ઞાન અને શાનપણનો દુનિયામાં ફાળો આપે. તેઓ એટલું બધું શીખ્યા છે કે તને સાચવવું/સંરક્ષણ કરવું જરૂરી છે. ઔપચારીક શિક્ષણ જગતમાં યુનિવર્સીટીએ એક નિયમથી બંધાયેલું માળખું છે પણ સેવા અકાદમી એવી જગ્યા છે જ્યાં સાક્ષર, અર્ધસાક્ષર તેમેજ નિરક્ષરબહેનો સાથે મળીને તેમની માહિતી, જ્ઞાન અને આવડત વહેંચે /શેર કરે. હેતુ એ હતો કે અભણ પણ જ્ઞાની સેવાનીબહેનો પાસેથી શીખવું અને પછી તે પરથી એક અભ્યાસક્રમ બનાવવો.
IASEW ના ચારસ્થંભ – તાલીમ, સાક્ષરતા, રિસર્ચ,અને સંચારે અકાદમીને એ ઊંચાઈએ પહોંચાડી છે કે આજે તેને લર્નિગહબ તરીકે સેવાના ૫૦ વર્ષના અનુભવોનું આર્કાઈવિગ કર્યું છે. સામુહિકશક્તિ, નાણાંકીય સેવાઓની પ્રાપ્યતા દ્વ્રારા મૂડીરોકાણ, શક્તિ વિકાસ અને સામજિક સુરક્ષા દ્વ્રારા અસંગઠિતક્ષેત્રેની બહેનોને સંગઠિત કરવી અને તેમણે વર્ષોની ગરીબાઈ, નબળાઈ તેમજ વંચિતતાથી બહાર લાવવા.
તાલીમ વિભાગ તે અકાદમીનો એક અતિ મહત્વનો એકમ છે, જે સેવાના સભ્યોને શિક્ષણ અને શક્તિવિકાસને ધ્યાનમાં રાખી સ્વવિકાસ કરાવે છે. પ્રોત્સાહન અને મદદ દ્વારા બહેનોનો આત્મવિશ્વાસ તેમજ લીડરશીપ સ્કીલ વધે છે, તેમજ તેઓ એક સમાન આદર્શ માટે સંગઠિત થાય છે આનું સન્માન કરવા માટે અકાદમીએ ૭ જુન ૨૦૨૨ના રોજ સાક્ષરતા શિક્ષિકા બહેનોનો સન્માન સમારોહ IASEW, અમદાવાદ ખાતે યોજાયો હતો. સાક્ષરતા શિક્ષિકા બહેનો કે જેમણે અથાગ અને નિસ્વાર્થ રીતે અકાદમીને આગેવાનોની હરોળ તૈયાર કરવા અને તેના હેતુ અને ધ્યેય સુધી પહોચવામાં ટેકો આપ્યો છે. જ્યાં અસંગઠિતક્ષેત્રેની બહેનો સેવામાં જોડાય છે અને તેમેના પોતાના ઘરોની બહેનોને તાલીમ આપી આગળની હરોળમાં રહે છે.
પોતાના જ મૂળાક્ષર અને પરિભાષાઓનો ઉપયોગ કરી સ્લેટ અને પેનથી તેઓએ બહેનોને સહી કરતા શીખવ્યું. તેઓએ બહેનોને સહી કરતાં શીખવ્યું તેઓએ તેમની પોતાની નવીન શિક્ષણની પદ્ધતિઓ વિકસાવી જેમાં તેમણે નકામી વસ્તુઓ/વેસ્ટ જેવા કે બાકસ, બંગડી, રેતીનો ઉપયોગ કરી ભણાવ્યું જે આકર્ષક હતી. જેમ જેમ ડીજીટાઈજેશન વધ્યું અને ટેકનોલોજી એડવાન્સ થઇ, IASEW પણ સમય સાથે ચાલતા કોમ્પુટરની તાલીમ, સોફ્ટવેરની તાલીમ તેમજ ડીજીટલફંક્શન લીટરસી જેવા અમુક કાર્યક્રમો શરૂ કર્યા.
લગભગ ૧૦૦ જેટલા સાક્ષરતા શિક્ષિકાઓનું સ્નાતકની પદવી તથા ભેટ આપી સન્માન કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં તેમના સહકર્મી અને કર્મચારીઓએ ભાગ લીધો. કુલ ૮૦ શિક્ષકો આટલા વર્ષોમાં લગભગ ૫૦૦૦૦૦ સભ્યો સુધી પહોચ્યાં છે. આ ફક્ત કોમ્યુટર જ નહિ પરંતુ સાક્ષારતાના સર્વગ્રાહી અભિગમના કારણે ૫ મી ઓગષ્ટ, ૨૦૨૨ ના રોજ IASEW અમદાવાદ માં સ્નેહમિલન ઉજવવામાં આવ્યું સેવાના તળપદા આગેવાન બહેનોના સન્માન માટે કોઈપણ સંસ્થા /સંગઠનની ચળવળને આગળ લઇ જવા માટે મૂલ્યો અતિ મહત્વના છે, પણ તેટલા જ મહત્વના છે સક્ષમ આગેવાનો જે તમારા ધ્યેય અને દૂરંદેશી દષ્ટિમાં સહભાગી બને છે. લગભગ ૩૦ વર્ષથી એકેડેમી સેવા ચળવળ, સભ્ય શિક્ષણ, સંગઠન, કદમ, લવાજમ આગેવાનોને આપી રહી છે અને સેવાના આગેવાનો પણ તેમની આસપાસની શહેર અને ગામડાઓની બહેનો માટે આ તાલીમને સુવિધાજનક બનાવી તેના પ્રતિનિધિ અને સહભાગી બને છે. તેઓ કામગીરીના વિકેન્દ્દ્રીકરણને ટકાવવામાં તેમજ સેવાની કામગીરીના સંચાલનમાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવે છે.
સેવાની પાયાની તાલીમોની યોજના તેમજ અભ્યાસક્રમ બનાવવામાં સેવાના આગેવાનો સાથે રહ્યા હતા. સેવા ચળવળ, સભ્યશિક્ષણ, લવાજમ, કદમ, સંગઠનને પાંચતારા પણ કહેવામાં આવે છે. ૧૨૦૦૦ તાલીમોમાંથી ૫૦૦ ચુનંદા આગેવાનો અને “A” ગ્રેડર ને સન્માનિત કરવામાં આવશે અને તેમાંના કેટલાક આપણી સાથે આ ઉજવણીમાં જોડાશે.
IASEW માને છે કે મોટાભાગના વર્કફોર્સ /કાર્યકાળ માટે સ્વરોજગારએ ભવિષ્ય માટે જબરજસ્ત આશાસ્પદ છે. બન્ને વ્યક્તિગત તેમજ કામદાર તરીકેની બહેનની ઓળખ, દ્શ્યતા અને ગરીબીને દૂર કરવા માટે અકાદમીની ભૂમિકા કેન્દ્રમાં છે.
અકાદમી એક જાણકાર સમાજ ઉભો કરવામાં ફાળો આપવા માંગે છે. જે સમાવેષક હશે તેમજ આર્થિક રીતે ઉત્પાદક હશે જ્યાં અંતરાળ સમાજ જેવા કે, ગરીબ, કામદાર બહેનો સંપૂર્ણ સહભાગી થવા સક્ષમ હોય.