આધાર કાર્ડને સરકારી યોજનાઓ સાથે જોડવાની અંતિમ તારીખ 31મી માર્ચ હતી, જોકે હજુ પણ ઘણા લોકોએ આધારકાર્ડ કઢાવવાનું બાકી હોવાથી તેમજ લિંક કરવાનું રહી ગયુ હોવાથી આવા લોકોને સરકારે ત્રણ મહિનાની રાહત આપી છે.
હવેથી આગામી ૩૦મી જુન સુધીમાં આધારકાર્ડને સરકારી યોજનાઓ, મોબાઇલ વગેરે સાથે લિંક કરી લેવાનુ રહેશે. આ પહેલા ૩૧મી માર્ચ સુધીમાં સરકારે આધારને લિંક કરી લેવાનું કહ્યું હતું અને સુપ્રીમ કોર્ટે પણ આ જ તારીખ સુધીની સમયમર્યાદા આપી હતી. જોકે હવે ઇલેક્ટ્રોનિક અને આઇટી મંત્રાલયે જારી કરેલા એક સત્તાવાર આદેશમાં જણાવ્યું હતું કે હવેથી ૩૦મી જૂન સુધીમાં આધારને સરકારી યોજનાઓ સાથે લિંક કરી લેવાનું રહેશે.
બીજી તરફ સીબીડીટીએ અગાઉ જ આધારને પાન સાથે જોડવાની સમયમર્યાદાને વધારીને ૩૦મી જુન કરી દીધી હતી. સાથે ૩૧મી માર્ચ પછી જે પણ લોકોએ સરકારી યોજનાઓનો લાભ લેવો હોય તેઓએ આધારકાર્ડ માટે અરજી કરી હોવાની સ્લીપ કે કોઇ એનરોલમેન્ટના પુુરાવા આપવાના રહેશે.