દેખાવ છલાવો હોઈ શકે છે, જેમ કે, પરી દેખાતી યુવતી પિશાચ હોઈ શકે છે. કલર્સના નવા સુપરનેચરલ ડ્રામા ‘પિશાચિની’માં એક પરિવાર અને તેઓ જેનો સામનો કરે છે તે પિશાચિની રાનીની હરકતોની વાર્તા છે. બોલકણી રાની મુશ્કેલીમાં આવેલી સુંદરીનો દેખાડો કરે છે, પરંતુ આખરે લોકોને પોતાની માયાજાળમાં સપડાવે છે અને પોતાના મંત્રમુગ્ધ સૌંદર્ય અને અંધકારમય ઊર્જાઓ સાથે તેમના આત્માને ઓહિયા કરી જાય છે. તેનો બિહામણો પડછાયો રાજપૂતો પર પડે છે ત્યારે પવિત્રા આ પિશાચિનીની મોજૂદગી મહેસૂસ કરે છે અને પિશાચિનીની શયતાની શક્તિઓથી પરિવારનો છુટકારો કરવા માટે મદદ કરવાનું પસંદ કરે છે. માજ પ્રોડક્શન્સ અને શકુંતલમ ટેલિફિલ્મ્સ દ્વારા નિર્માણ આ શોમાં રાની તરીકે નાયરા એમ બેનરજી, રક્ષિત તરીકે હર્ષ રાજપૂત અને પવિત્રા તરીકે જિયા શંકર જોવા મળશે.
વાયાકોમ18ના હિંદી માસ એન્ટરટેઈનમેન્ટના ચીફ કન્ટેન્ટ ઓફિસર મનીષા શર્માએ જણાવ્યું હતું કે, “કલર્સમાં અમે અમુક મંત્રમુગ્ધ કરનારી સુપરનેચરલ સંકલ્પનાઓ આગળ લાવવામાં ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. આ વ્યાપક સરાહના કરાતા પ્રકાર માટે વધતી જરૂરતને પહોંચી વળવાના લક્ષ્ય સાથે અમને વધુ એક સુપરનેચરલ ડ્રામા પિશાચિની પ્રસ્તુત કરવાની ખુશી છે. વાર્તામાં શયતાની પિશાચિની રાની સાથે એક નિર્દોષ પરિવાર ભટકાય છે. રાની પોતાના સૌંદર્યથી લોકોને મોહિત કરતી અને પોતાના લાભ માટે તેમને શિકાર બનાવતી હતી. શોમાં રોચક વાર્તા, રોચક પાત્રો, ઉત્તમ વિઝયુઅલ ઈફેક્ટ્સ અને કલાકારો દર્શકોને તેમની બેઠક સાથે જકડી રાખશે.”
પિશાચિનીનું પ્રસારણ 8મી ઓગસ્ટથી શરૂ થશે, જે પછી દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 10.00 વાગ્યાથી પ્રસારિત થશે, ફક્ત કલર્સ પર.