નવસારી: સ્માર્ટ ગુજરાત હેકાથોન સ્પર્ધાના રીજીયોનલ રાઉન્ડ બાદ રાજય કક્ષાની ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડ ૨૪ અને ૨૫ માર્ચ દરમિયાન પંડીત દિનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજાઇ હતી. જેમાં નવસારી (અબ્રામા) જીઆઇડીસી ડિગ્રી એન્જિનિયરીંગ કોલેજની ભાગ લેનાર બે ટીમો રાજયકક્ષાએ વિજેતા બની છે.
ગ્રાન્ડ ફિનાલેમાં વિદ્યાર્થીઓએ Women & Child Development Departmentને લગતી મોબાઈલ એપ પર કામ કર્યું હતું. જેમાં કોલેજનાં બે પ્રાધ્યાપક અને ૧૦ વિદ્યાર્થીઓ હતા. પ્રથમ એપ “Caller’s location tracking system (Women In Distressed) ” હતી. જે પ્રોફેસર બ્રિજેશ પટેલ, સાગર ગાંધી, સુમિત પાટીલ, રીચા મિષાી, નમ્રતા પટેલ અને મોહિત દેસાઈએ તૈયાર કરી હતી અને બીજી એપ “Anganwadi Performance Management System” હતી. જે પ્રોફેસર તેજસ પટેલ, રોહિત નિકમ, જાગૃતિ પટેલ, આકાંક્ષા દેસાઈ, ભાવિન પરમાર અને અક્ષય મકવાણાએ તૈયાર કરી હતી.
સરકારનાં હસ્તે બંને ટીમ થઈ રૂા.૬૦ હજારનું ઇનામ પ્રાપ્ત થયું હતું. આ માટે જીઆઇડીસી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ દ્રારા વિદ્યાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા છે. સમગ્ર ટીમને નવસારી વહીવટીતંત્ર દ્વારા પણ અભિનંદન આપવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓ સતત ૩૬ કલાક બેસીને ગુજરાત સરકારની એપ્લિકેશન, વેબસાઈટ અને સર્વિસને કેવી રીતે સુધારી શકાય અને એનું મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય એ માટે કોડ તૈયાર કરવાનો હતો. ત્યારબાદ બધાજ રીજનલ રાઉન્ડનાં વિજેતાની રાજય કક્ષાની ફાઈનલ સ્પર્ધા ગાંધીનગર ખાતેની પંડીત દિનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટી, રાયસણમાં યોજાઈ હતી, જેમાં ૧૫૭ ટીમો અને અંદાજિત ૧૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.