આગામી ૨૯ જુલાઈએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ’ એક વિલન રિટર્ન્સ’ ને પ્રમોટ કરી રહેલી અભિનેત્રી દિશા પટાની તેની એક્ટિંગ કરતા તેના ગ્લેમર અને હોટ ફોટોશૂટના કારણે વધારે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ ધરાવતી દિશાએ તેની ફિલ્મને લઈને ખુલાસો કર્યો છે. દેશના લાખો ફેન્સ જેને રૂબરૂ જોવા તલપાપડ છે ત્યારે દિશાએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે, મને મારી જાતને સિનેમા સ્ક્રીન પર જોવા નથી ગમતી.
દિશાને એક ઈન્ટરવ્યૂ દરમિયાન સવાલ પૂછવામાં આવ્યો હતો કે, એક એવી ધારણા છે કે, દિશા પરફેક્ટ છે. એમાં કોઈ પણ વાત હોય, લૂક્સ હોય કે એક્ટિંગ તમે જયારે તમારી જાતને સ્ક્રીન પર જોવો છો ત્યારે કેવું ફીલ કરો છો? આ અંગે દિશાએ વધુમાં કહ્યું હતું કે, હું મારી જાતને સિલ્વર સ્ક્રીન પર નથી જોઈ શકતી. સાચું કહું તો, મને મારી જાતને જોવામાં કશું જ સારું નથી લાગતું. જયારે પણ હું મારી ફિલ્મને જોતી હોવું છું ત્યારે જયારે હું સ્ક્રીન પર આવું ત્યારે મોઢું ફેરવી લઉં છું અથવા તો મારી આંખોને હાથથી ઢાંકી દઉં છું. દિશા ‘એક વિલન રિટર્ન્સ’ માં પહેલીવાર નેગેટિવ અવતારમાં જોવા મળશે. દિશા સાથે આ ફિલ્મમાં જોન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતરિયા મુખ્ય કિરદારમાં નજર આવશે. આ ફિલ્મ સુપર હિટ ફિલ્મ ‘ એક વિલન’ ની સિક્વલ ફિલ્મ છે અને તેને પણ અગાઉની ફિલ્મના ડિરેક્ટર મોહિત સૂરીએ જ ડિરેક્ટ કરી છે.