ભારતની પ્રથમ બિલિયન ડોલર બ્રાન્ડ એ કોકા કોલાની થમ્સ અપે ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવા અભિયાનનો પ્રારંભ કર્યો છે. #HarHaathToofan અભિયાનમાં એવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે કે જેમના હાથ દ્વારા છેલ્લા ઘણા વર્ષોમાં ભારતનું ઘડતર થયું છે અને જેઓ ભારતમાં ગર્વ સમાન છે. આ અભિયાન દ્વારા બ્રાન્ડ તેમનું નિર્ભિકપણું, ખંત અને અડિખમ તાકાતને સન્માનિત કરી રહ્યું છે કે જેને કારણે તેઓ તેમના માર્ગમાં આવેલ દરેક મુશ્કેલી સામે લડી શક્યા છે. મજબૂત સંદેશ અને કલાત્મક વિઝ્યુઅલાઇઝેશન દ્વારા, થમ્સ અપ લોકોમાં રહેલી દેશભક્તિની ભાવનાને જાગૃત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ અભિયાન વાત રજુ કરવાની એક શક્તિશાળી એનિમેટેડ પદ્ધતિ અપનાવે છે કે જે ભારત દેશના નાગરિકોમાં ગર્વ અને દેશભક્તિની ભાવના જન્માવે છે.
#HarHaathToofan અભિયાન ભારતના ખેલાડીઓ જેમકે ભારતની ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને બીસીસીઆઇના પ્રવર્તમાન અધ્યક્ષ કે જેમણે ભારતીય ક્રિકેટ ટીમમાં એક નવો જોમ પૂરીને વિજયની એક નવી ઉંચાઇએ પહોંચાડી હતી; પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ મહિલા એવા અવનિ લેખરા કે જેમણે 11 વર્ષની નાની વયે અકસ્માતમાં પોતાનો પગ ગુમાવ્યો હતો; અને ભારતીય બોક્ષર તથા આઇબીએ વિમેન્સ વર્લ્ડ બોક્સીંગ 2022ની ગોલ્ડ મેડાલિસ્ટ કે જેમણે પુરુષોની ગણાતી રમતમાં પોતાની તાકાતનો પરચો બતાવ્યો તેવા નિખત ઝરીન સહિતના ખેલાડીઓની પ્રેરણાદાયી કહાનીની રજુ કરે છે. થમ્સ અપની ઓલમ્પિક અને પેરાલિમ્પીક ગેમ્સ ટોક્યો 2020 સાથેની વૈશ્વિક ભાગીદારી દરમિયાન રજુ કરવામાં આવેલ #PalatDe umbrellaને આ અભિયાન આગળ લઇ જઇ રહ્યું છે.
નવા અભિયાનની જાહેરાત કરતા, કોકા કોલા ઇન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના સ્પાર્કલિંગ ફ્લેવર્સ કેટેગરીના સિનિયર ડિરેક્ટર ટીશ કોન્ડેનોએ જણાવ્યુ, “ભારતમાં વિકાસ પામેલી જાણીતી બ્રાન્ડ, થમ્સ અપ હંમેશાથી તેની મજબૂતાઇ અને સ્થિતિસ્થાપકતા ધરાવતી રહી છે. થમ્સ અપનું 2021નું ઓલમ્પિક્સ અને પેરાલિમ્પિક ગેમ્સની ભાગીદારી સાથેનું #PalatDe અભિયાને ઘણો પ્રેમ અને નામના મેળવી છે. આ વર્ષે થમ્સ અપ ભારતની આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યું છે જે અભિયાનમાં એવા વ્યક્તિઓની વાત કરવામાં આવી રહી છે કે જેમણે ભારતના ઘડતરમાં ફાળો આપ્યો છે. ભારતને છેલ્લા ઘણા વર્ષોમાં ગર્વ અપાવનારા સૌરવ ગાંગુલી, અવનિ લેખરા અને નિખત ઝરીન જેવા ઘણા પ્રેરણાદાયી ભારતીયો સાથે હાથ મીલાવી અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ.
ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની અને બીસીસીઆઇના વર્તમાન અધ્યક્ષ, સૌરવ ગાંગુલીએ આ નવા અભિયાન અંગે જણાવ્યું, “હું વર્ષ 2017થી કોકા કોલા ઇન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયેલો છું તે બાબતનો મને ગર્વ છે. થમ્સ અપના ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર શરૂ કરેલ નવા અભિયાન #HarHaathToofan સાથે જોડાઇને પણ આનંદની લાગણી અનુભવું છું.”
#HarHaathToofan ની દર્શકોની જકડી રાખતી ફિલ્મ ઓગિલ્વીએ તૈયાર કરી છે. આ અભિયાની સર્જનાત્મકત અંગે જણાવતા ઓગિલ્વી ઇન્ડિયા-નોર્થના ચીફ ક્રિએટીવ ઓફિસર, રિતુ શારદાએ કહ્યું, “છેલ્લા 75 વર્ષથી જ્યારે પણ ભારતના ભવિષ્ય પર પ્રશ્વાર્થ કરવામાં આવ્યો ત્યારે રાષ્ટ્રના વિવિધ હાથોએ બાજી પલટી નાખી અને તેમને ખોટા પાડ્યા. થમ્સ અપ રાષ્ટ્રની એક મોટી બ્રાન્ડ છે અને થમ્બ્સ અપ તેનો સિમ્બલ પણ છે. આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમે #HarHaathToofan અભિયાન દ્વારા એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે.”
આ અભિયાન 360 ડીગ્રી માર્કેટીંગને અનુસરશે અને ટેલિવિઝન, ડિજીટલ, પ્રિન્ટ અને ઓઓએચ માધ્યમોનો ઉપયોગ કરીને સ્વતંત્રતા દિવસ ગ્રાહકોને જોડતી ઘણી પ્રવૃત્તિઓ હાથ ધરશે. આ અભિયાનના ભાગરૂપે બ્રાન્ડ ભારતની અદભૂત સફર દર્શાવતી છ શોર્ટ ફિલ્મ પણ દર્શાવશે.
ટેલિવિઝન કમર્શિયલ જોવા માટે : https://youtu.be/32w8igx8zB4