સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં કડાકો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગત સપ્તાહની શાનદાર તેજી બાદ ભારતીય શેરબજાર જુલાઈના છેલ્લા ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે ઘટાડા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૭૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫,૮૯૫ પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ ૪૩ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬,૬૬૨ની સપાટીએ ખુલ્યો હતો. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સ્થાનિક શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે. ત્રિમાસિક પરિણામો બાદ RIL અને Infosys  જેવા શેરોમાં વેચવાલીથી બજારનો મૂડ ખરાબ થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ટ્રેડિંગમાં નબળા પડ્યા છે. સેન્સેક્સમાં લગભગ ૨૦૦ પોઈન્ટનો ઘટાડો છે, તો નિફ્ટી પણ ૧૬૭૦૦ સુધી નીચે આવી ગયો છે. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૨૯ શેર લાલ નિશાનમાં અને ૨૧ શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૩ શેર લીલા નિશાનમાં અને ૧૭ શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે મોટાભાગના સેક્ટરમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. આજના કારોબારમાં આઈટી, ઓટો અને રિયલ્ટી શેરો દબાણમાં છે. નિફ્ટી પર આઈટી ઈન્ડેક્સ અડધા ટકાથી વધુ નબળો પડ્યો છે. જોકે, બેન્ક અને ફાઈનાન્સિયલ ઈન્ડેક્સ નિફ્ટી પર અડધા ટકાથી વધુ વધ્યા છે. મેટલ ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં જોવા મળી રહ્યો છે. FMCG અને ફાર્મા લાલ નિશાનમાં છે.

હાલમાં સેન્સેક્સમાં ૧૮૪ પોઈન્ટની નબળાઈ છે અને તે ૫૫,૮૮૭.૯૬ ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી ૪૪ અંકોની નબળાઈ સાથે ૧૬૬૭૬ ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. હેવીવેઇટ શેરોમાં મિશ્ર પ્રતિક્રિયા છે. સેન્સેક્સ ૩૦ના ૧૮ શેરો લીલા નિશાનમાં છે. ICICIBANK, TATASTEEL, INDUSINDBK, AXISBANK, KOTAKBANK અને BHARTIARTL આજના ટોપ ગેનર્સમાં સામેલ છે. આજે જે શેરો વધી રહ્યા છે તેના પર નજર કરીએ તો, ICICI બેંક ૧.૧૪ ટકા, ઇન્ડસઇન્ડ બેંક ૦.૯૮ ટકા, ટાટા સ્ટીલ ૦.૭૯ ટકા, ભારતી એરટેલ ૦.૬૬ ટકા, એક્સિસ બેંક ૦.૬૩ ટકા, કોટક મહિન્દ્રા ૦.૫૯ ટકા, વિપ્રો. ૦.૫૧ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૩૮ ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. જો આપણે ઘટાડા સાથે ટ્રેડ કરી રહેલા શેરો પર નજર કરીએ તો, રિલાયન્સ ૩.૫૨ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૯૧ ટકા, નેસ્લે ૦.૯૦ ટકા, સન ફાર્મા ૦.૮૭ ટકા, એચડીએફસી ૦.૮૫ ટકા, ટેક મહિન્દ્રા ૦.૭૬ ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

Share This Article