દિલ્લી સરકારે પ્રોફેશનલ ટેક્સી ડ્રાઈવર બનવા માટે ડ્રાઈવર ટ્રેનિંગ લેવા ઈચ્છતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક સ્કીમ શરૂ કરી છે. સરકાર દ્વારા લેવામાં આવેલા ર્નિણય મુજબ ટ્રેનિંગના ૫૦ ટકા એટલે કે પ્રત્યેક મહિલા માટે લગભગ ૪૮૦૦ રૂપિયા ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવશે. બુરાડી, લોની અને સરાય કાલે ખાં ખાતે સરકાર દ્વારા સ્થાપિત ઇન-હાઉસ ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રોમાં મહિલાઓની તાલીમ આપવામાં આવશે. સરકાર આ કંપનીઓમાં ડ્રાઇવિંગની નોકરી ઇચ્છતી મહિલાઓ માટે તાલીમ ખર્ચના બાકીના ૫૦ ટકા સ્પોન્સર કરવા માટે ફ્લીટ માલિકો અને એગ્રીગેટર્સને આમંત્રિત કરશે. તેનો એક ઉદ્દેશ્ય એ છે કે તાલીમ પૂર્ણ કર્યા પછી, પહેલ દ્વારા પ્રશિક્ષિત મહિલાઓને આ કંપનીઓમાં ખાતરીપૂર્વકની નોકરી મળી શકે. આ યોજનાનો ઉદ્દેશ્ય જાહેર પરિવહન ક્ષેત્રમાં મહિલાઓ માટે રોજગારીની તકો વિકસાવવાનો છે.
દિલ્લી સરકારે સોમવારે દિલ્લીના સાર્વજનિક પરિવહનમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે ઘણી પહેલો અમલમાં મૂકી છે. અગાઉ ફેબ્રુઆરીમાં, દિલ્લી સરકારે તેના બસ સંચાલનમાં ડ્રાઇવર તરીકે વધુ મહિલાઓની ભરતી કરવા માટે ધોરણો અને પાત્રતાના માપદંડો હળવા કર્યા હતા. દિલ્લી સરકારે લઘુત્તમ ઊંચાઈના માપદંડને ૧૫૯ સેમીથી ઘટાડીને ૧૫૩ સેમી કરી દીધો હતો અને મહિલા અરજદારોને બસ ડ્રાઈવર તરીકે સામેલ કરવા માટેનો ‘અનુભવ માપદંડ’ એક મહિના સુધી ઘટાડ્યો હતો. આ પગલાથી લગભગ ૭૩૦૦ બસોના સંયુક્ત કાફલા સાથે દિલ્લી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને દિલ્લી ઈન્ટિગ્રેટેડ મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ સિસ્ટમમાં મહિલાઓની રોજગારીની તકોમાં વધારો થયો છે.
સરકારના આ પગલાથી રાજ્યના ૧૫૦૦૦ મજબૂત વર્કફોર્સની અંદર મહિલાઓ માટે રોજગારના નવા રસ્તાઓ ખુલ્યા છે જે જાહેર પરિવહનમાં બસ ડ્રાઈવરોના છે. આ વર્ષે એપ્રિલમાં પરિવહન પ્રધાન કૈલાશ ગહલોતે મહિલાઓને તેમના હેવી મોટર વ્હીકલ લાઇસન્સ મેળવવા માટે તાલીમ આપવા માટે સોસાયટી ફોર ડ્રાઇવિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, બુરારી ખાતે ‘મિશન પરિવર્તન’ શરૂ કર્યુ હતુ. એચએમવી શ્રેણીના ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ૧૮૦ મહિલા ઉમેદવારોને તાલીમ આપવા માટે દિલ્લી સરકાર અને અશોક લેલેન્ડ લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ તરીકે પહેલનો અમલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં દિલ્લી પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્લીટ હેઠળ ચાલતી તમામ બસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ બસો સીસીટીવી, પેનિક બટન અને બસ માર્શલની હાજરી, બસોનુ લાઈવ ટ્રેકિંગ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને ઈ-ટિકીટીંગ જેવી સુવિધાઓથી સજ્જ છે. દિલ્માંલી મહિલાઓને જાહેર બસોમાં મફત મુસાફરી કરવા માટે ગુલાબી પાસ પણ આપવામાં આવે છે.
દિલ્લીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યુ, ‘છેલ્લા કેટલાક મહિનામાં અમે પરિવહન કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે ઘણી પહેલ કરી છે. મહિલાઓ આગળ આવે અને દિલ્લીના પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્વનો હિસ્સો બને તેનો હેતુ છે. અમે ડ્ઢ્ઝ્રમાં બસ ડ્રાઈવર તરીકે મહિલાઓનો સમાવેશ કર્યો છે. આ પહેલના અમલીકરણ પછી તે દિવસ દૂર નથી જ્યારે દિલ્લીના રસ્તાઓ પર વાહનવ્યવહારના વિવિધ જાહેર માધ્યમો માટે મોટી સંખ્યામાં મહિલાઓ ડ્રાઇવર તરીકે જોવા મળશે